ફ્રાંસના ચર્ચ હૂમલા પાછળ પણ IS જવાબદાર

પેરિસ : મંગળવારે સવારે ફ્રાંસ એકવાર ફરીથી આતંકવાદી હૂમલાનો શિકાર બન્યું હતું. ઉત્તરફ્રાંસનાં એક ચર્ચમાં થયેલા હૂમલા પાછળ પણ આતંકવાદી સંગઠન ISISનો હાથ હોવાનું બહાર આવ્યું છે. ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઓસ્વા ઓલાંગે મંગળવારે કહ્યું કે ચર્ચ પર હૂમલો કરનારા બંન્ને હૂમલાખોરો આઇએસ સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે.

ફ્રાંસવા ઓલાંગે આઇએસના માટે દાએશ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ ઇસ્લામીક સ્ટેટનું અરેબી નામ છે. ઓલાંદે નીચ આતંકવાદી હૂમલો ગણાવ્યો હોત. હૂમલાખોરોએ મંગળવારે સવારે ઉત્તરફ્રાંસનાં એક ચર્ચ પર હૂમલો કર્યો હતો. જેમાં એક પાદરીનું મોત નિપજ્યું હતું.

આતંકવાદીઓએ ચર્ચનાં 84 વર્ષાં વૃદ્ધ પાદરીનું ગળુ કાપીને હત્યા કરી દીધી હતી. તેમણે ચર્ચમાં હાજર કેટલાક લોકોને પણ બંધક બનાવ્યા હતા. પોલીસે બંન્ને હૂમલાખોરોને ઠાર કર્યા હતા. ફ્રાંસનાં આંતરિક મુદ્દાઓનાં પ્રવક્તા બ્રેડેટે જણાવ્યું કે હૂમલામાં ગંભીર રીતે ઘાયલ વધારે એક વ્યક્તિની હાલત નાજુક છે.

You might also like