ફ્રાંસ પર થઇ શકે છે કેમિકટ અથવા જૈવિક હૂમલો : ફ્રાંસીસી વડાપ્રધાન

પેરિસ : પેરિસમાં થયેલા આતંકવાદી હૂમલા બાદ ફ્રાંસની સરકારે ISISને મુળમાંથી હલાવી નાખ્યું છે. જ્યારે એક બાજુ સંપુર્ણ ફ્રાન્સમાં આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ સીરિયામાં પણ સતત આઇએસનાં વિવિધ સ્થાનો પર આતંકવાદી હૂમલાઓ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ફ્રાન્સનાં વડાપ્રધાન મેન્યૂલ વાલ્સે આતંકવાદીઓ દ્વારા રસાયણીક હૂમલો કરવામાં આવે તેવી આશંકા વ્યક્ત કરી છે.
વાલ્સે સંસદમાં આપેલા એક ભાષણમાં જણાવ્યું કે આપણે કોઇ પણ વસ્તુને નજર અંદાજ કરી શકીએ તેમ નથી. દેશમાં શક્ય તેટલી વધારે સાવધાનીની જરૂર છે.આપણને તેનો ખ્યાલ હોવો જોઇએ અને યાદ હોવું જોઇએ કે આપણા પર રાસાયણીક અને જૈવહથિયારો વડે હૂમલાની પણ શક્યતા છે. તેમણે કહ્યું કે માસ્ટર માઇન્ડની ભયાનક વિચારસરણીનો કોઇ અંત નથી. તેમણે આ વાત સંસદનાં નિચલા સદનમાં સ્ટેટ ઓફ ઇમરજન્સી વધારવા માટે સદનની અનુમતી માંગતા સમયે કહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તેણે અગાઉ પણ આશંકા વ્યક્ત કરી હતી કે ફ્રાંસ પર વધારે હૂમલાઓ થઇ શકે છે. ફ્રાન્સે દરેક પ્રકારનાં હૂમલાને અટકાવવા માટે તૈયાર અને ચોક્કસ રહેવું પડશે. જો હૂમલો થાય છે તો તેને ખાળવા માટેની પણ તૈયારી રાખવી જોઇએ.

You might also like