ફ્રેન્ચ ઓપન: સેરેનાને પરાજય આપી મુગુરુઝાએ જીત્યો ખિતાબ

દુનિયાની પ્રથમ નંબરની ખેલાડી સેરેના વિલિયમ્સની ફેન્ચ ઓપનની ફાઇનલમાં હાર થઇ છે. સેરેના વિલિયમ્સને સ્પેનની ગુરુબાઇન મુગુરુઝાએ સીધા સેટમાં પરાજય આપ્યો છે. મુગુરુઝાએ 7-5, 6-4થી સેરેનાને હાર આપી છે. 1998 પછી ફ્રેન્ચ ઓપન જીતનારી મુગુરુઝા સ્પેનની પ્રથમ મહિલા ટેનિસ ખેલાડી બની છે. 1998માં સ્પેનની અરાન્તા સાંચેજ વિકારિયાએ ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં મોનિકા સેલેસને હાર આપી ખિતાબ જીત્યો હતો.

બે વર્ષ અગાઉ પણ 2014ની ફ્રેન્ચ ઓપનના બીજા રાઉન્ડમાં મુગુરુઝાએ સેરેનાને પરાજય આપી ટૂર્નામેન્ટની બહાર કરી દીધી હતી. ફાઇનલમાં વિજેતા બન્યા બાદ મુગુરુઝાએ કહ્યું હતું કે મારી જીત બાદ હું ઘણી ખુશ છું. ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ઉત્તમ ખેલાડી સામે જીત મેળવવી એ મારા ખાસ છે.

સેરેના સામે રમવું અત્યંત સંઘર્ષપૂર્ણ રહ્યું છતા અંત સુધી મે સંઘર્ષ ચાલુ રાખ્યો. સ્પેન માટે આ ખાસ ટૂર્નામેન્ટ રહી જ્યારે નદાલે મને અહી પહોંચવામાં ઘણી મદદ કરી છે. જ્યારે બીજી તરફ સેરેના વિલિયમ્સનું ફરી એકવાર 22 સિંગલ્સ ગ્રાન્ડસ્લેમ જીતવાનું સપનું અધરુ રહ્યું.

You might also like