આવી રીતે બનાવો ચા સાથેનો નાસ્તો ‘ફ્રેંચ ફ્રાઇસ’

કેટલા લોકો માટે: 4

સામગ્રી: લંબાઈમાં કાપેલા 3-4 બટાટા, ફ્રાય માટે તેલ, સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો.

બનાવાની રીત :
1. લંબાઈમાં કાપેલી બટાટા ચિપ્સની સ્ટાર્ચ દૂર કરવા માટે તેને થોડો સમય પાણીમાં ડુબાડી રાખો.
2. મોટા વાસણમાં પાણી ઉકાળી તેમાં કાપેલા બટાટા અને મીઠું નાખો.
3. ફરીથી પાણી ઉકળે એટલે ગેસ બંધ કરો અને ઠંડા થઇ ગયેલ બટાટાને વાસણમાં કાઢી અડધા કલાક માટે ફ્રિજમાં મૂકી દો.
4. એક વાસણમાં તેલ ગરમ કરો, અને બટાટાને હલ્કા સોનેરી ફ્રાય કરી કાઢી દો.
5. તેલ ફરીથી ગરમી કરો, હલ્કા સોનેરી ફ્રાય કરેલા બટેટાને ફરીથી તેમાં નાખી ડાર્ક સોનેરી કરી અને ટીશ્યુ પેપર ઉપર કાઢી દો.
6. ‘ફ્રેચ ફ્રાઈસ’ પર મીઠું અને ચાટ મસાલો નાખો, ગરમા ગરમ ‘ફ્રેચ ફ્રાઈસ’ને ટામેટા કેચઅપ સાથે સર્વ કરો.

You might also like