તરૂણ બળાત્કારીને મુક્ત કરવો યોગ્ય નહી : કિરેન રિજીજૂ

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરેન રિજીજૂએ જણાવ્યું કે નિર્ભયા કેસમાં તરૂણ બળાત્કારી મુદ્દે કોર્ટમાં સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે બળાત્કારીને મુક્ત કરવો યોગ્ય નથી. જો કે રિજીજૂએ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા અંગે કોઇ પણ ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું.
સોમવાર સાંજ સુધીમાં બળાત્કારીની મુક્તિનાં વિરોધમાં જંતર મંતર પર ધરણા ચાલુ રહ્યા હતા. ત્યાર બાદ સરકાર તરફતી રિજીજૂએ સ્પષ્ટતા કરી હતી. અત્રે નોંધનીય છે કે રવિવારે સાંજે તરૂણ બળાત્કારીને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. જેનાં વિરોધમાં નિર્ભયાની માં આશા દેવી સહિત સેંકડો યુવાનોએ ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન પણ કર્યું હતું તે અગાઉ મહિલા પંચનાં અધ્યક્ષ સ્વામી માલીવાલે પણ સુપ્રીમ કોર્ટનાં ધા નાખી હતી. જો કે સુપ્રીમ કોર્ટે બળાત્કારીની મુક્તિને માન્ય રાખી હતી અને તેની વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી. ત્યાર બાદ બળાત્કારીને છોડી મુકવામાં આવ્યો હતો.
નિર્ભયાની માંએ આરોપ લગાવ્યો કે સરકાર ત્રણ વર્ષમાં એવો કાયદો પણ ન બનાવી શકી કે જેનાંથી દોષીત બળાત્કારીને સજા આપી શકાય. સોશ્યલ મીડિયામાં પણ દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારની ભારે ટીકા થઇ રહી છે. બંન્ને સરકારનાં ઉદાસીન વલણ અંગે પણ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

You might also like