બોલવાની અાઝાદીનો મતલબ ચૂપ રહેવું પણ છેઃ શાહરુખ ખાન

મુંબઈ: શાહરુખ ખાન હાલમાં પોતાની ફિલ્મ ફેનનાં પ્રમોશનમાં બિઝી છે. ગઈ કાલે તેનાં ટ્રેલર લોન્ચ દરમિયાન શાહરુખે કહ્યું કે બોલવાની અાઝાદીનો અર્થ ચૂપ રહેવાનો હક પણ હોય છે. મીડિયાઅે અસહિષ્ણુતા મુદ્દે શાહરુખના વિવાદિત નિવેદન પર થયેલા હંગામા બાદ તેના અનુભવો અંગે સવાલ કર્યા.

શાહરુખે તેના જવાબમાં કહ્યું કે હું મારી ફિલ્મો સિવાયની કોઈપણ બાબતમાં પડવા ઇચ્છતો નથી. ફ્રીડમ અોફ સ્પીચનો અર્થ ચૂપ રહેવું પણ થાય છે. તેથી હું અસહિષ્ણુતાના મુદ્દે ચૂપ રહેવા ઇચ્છું છું.  ઉલ્લેખનીય છે કે ૨ નવેમ્બરે પોતાની ૫૦મી વર્ષગાંઠ પર તેણેે કહ્યું હતું કે દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે. તેનાં આ નિવેદન બાદ તેને દેશભરમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેની ફિલ્મ દિલવાલેને પણ તેનું નુકસાન ભોગવવું પડ્યું હતું.

નવેમ્બરમાં અસહિષ્ણુતા અંગે નિવેદન અાપીને વિવાદોમાં ફસાયા બાદ ડિસેમ્બરમાં એક ટીવી શો દરમિયાન શાહરુખે કહ્યું હતું કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન થયું છે. જો મારા બોલવાથી કોઈપણ વ્યક્તિને દુઃખ થયું હોય તો હું તેના માટે માફી માગું છું.

ભારતમાં એક મુસ્લિમ તરીકે તેની લાઈફ ટીવી છે તે અંગે સવાલ પુછાતાં શાહરુખે કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ મારી દેશભક્તિ પર સવાલ ન ઉઠાવી શકે. કોઈ અાવી હિંમત કરી જ ન શકે. એક સ્ટાર હોવાના નાતે હું તમામ નૈતિક મુદ્દાઅો પર સ્ટેન્ડ ન લઈ શકું. અાપણે ફ્રીડમ અોફ સ્પીચની વાત કરીઅે છીઅે પરંતુ જો હું કંઈક બોલીશ તો લોકો મારા ઘરની બહાર અાવશે અને ઘર પર પથ્થર ફેંકશે. .

You might also like