રાહત ફતેહઅલી ખાન પર વિદેશી ચલણના સ્મગલિંગનો આક્ષેપઃ ઈડીએ નોટિસ ફટકારી

728_90

(એજન્સી) નવી દિલ્હી: ભારત, પાકિસ્તાનથી લઈને દેશ-દુનિયાના પોતાના અવાજના જાદુથી લોકોનાં દિલો પર રાજ કરનાર પાકિસ્તાનના જાણીતા સૂફી ગાયક રાહત ફતેહઅલી ખાન પર મોટો આક્ષેપ લાગ્યો છે. રાહત ફતેહઅલી ખાન પર વિદેશી મુદ્રાના સ્મગલિંગનો આક્ષેપ છે. તેમની પર આક્ષેપ છે કે તેમને ભારતમાંથી ત્રણ વર્ષ સુધી વિદેશી મુદ્રાનું સ્મગલિંગ કર્યું હતું.

રાહત ફતેહઅલી ખાનને ભારતમાં ગેરકાયદે રીતે ૩,૪૦,૦૦૦ યુએસ ડોલર મળ્યા હતા. તેમાંથી રાહતે ૨,૨૫,૦૦૦ ડોલરનું સ્મગલિંગ કરી દીધું હતું. હવે આ ઘટનાની તપાસ કરી રહેલી ઈડીએ રાહતને ફેમા હેઠળ શો કોઝ નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. ઈડીએ રાહત ફતેહઅલી ખાનને બે કરોડ ૬૧ લાખ રૂપિયાની રકમ અંગે જવાબ માગ્યો છે. જો ઈડી જવાબથી સંતુષ્ઠ નહીં થાય તો રાહતને ૩૦૦ ટકાનો દંડ થઈ શકે છે.

દંડ ન ભરતાં રાહત વિરુદ્ધ ભારતમાં લુકઆઉટ નોટિસ જારી થશે અને અહીં તેના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મુકાશે. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે રાહત ફતેહઅલી ખાન મીટનો વ્યવસાય કરનાર મોઈન કુરેશીની પુત્રીનાં લગ્નમાં પણ આવ્યો હતો.

મોઈન કુરેશી એજ બિઝનેસમેન છે જેના કેસની તપાસને લઈને સીબીઆઈમાં ધમસાણ થયું હતું. રાહત ફતેહઅલી ખાન પાસે ૨૦૧૧માં પણ દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર સવા લાખ ડોલર મળી આવ્યા હતા.

રાહત પાસેથી ૨૦૧૧માં દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર સવા લાખ ડોલર જપ્ત કરાયા હતા. રાહત પાસે આ પૈસાના કોઈ દસ્તાવેજ ન હતા. ત્યાર બાદ થયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે રાહત ભારતમાં કાર્યક્રમોની સાઈડમાં વિદેશી મુદ્રાની સ્મગલિંગનો ગોરખધંધો કરે છે.

ઈડીએ કેસ દાખલ કરીને રાહતને પુછપરછ માટે નોટિસ પણ જારી કરી હતી, પરંતુ આ તપાસમાં રાહત સહયોગી માટે તૈયાર થયો ન હતો. ત્યાર પછી રાહતના પૈસા બદલનાર મેનેજરના મૃત્યુના કારણે ઈડીની તપાસમાં પણ મોડું થયું હતું.

You might also like
728_90