ફ્રીડમ ૨૫૧ની કંપની મુશ્કેલીમાં, એફઅાઈઅાર નોંધાઈ

નોઇડા: નોઇડા પોલીસે ૨૫૧ રૂપિયામાં સ્માર્ટ ફોન ‘ફ્રીડમ ૨૫૧’ અાપનારી કંપની રિંગિગ બેલ્સના માલિક વિરુદ્ધ અેફઅાઈઅાર નોંધી છે. પોલીસે અા કાર્યવાહી ભાજપના નેતા કિરીટ સોમૈયા તરફથી મળેલી ફરિયાદના અાધારે મળી છે. પોલીસે અાઈપીસીની કલમ ૪૨૦ અને અાઈટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે એફઅાઈઅારમાં કંપનીના માલિક મોહિત ગોયલ અને પ્રેસિડેન્ટ અશોક ચઢ્ઢાનાં નામ લેવાયાં છે. રિંગિગ બેલ્સે ૨૫૧ રૂપિયામાં સ્માર્ટ ફોન અાપવાનો દાવો કર્યો હતો. અા માટે અોર્ડર પણ બુક કર્યા હતા પરંતુ કિરીટ સોમૈયાઅે પોતાની ફરિયાદમાં કહ્યું કે ૨૫૧ રૂપિયામાં સ્માર્ટ ફોન બનાવવો શક્ય નથી. કંપની લોકોને બેવકૂફ બનાવી રહી છે.

અેસઅેસપી એસ કિરણે જણાવ્યું કે શરૂઅાતી તપાસમાં સ્પષ્ટ થયું છે કે અા ઘટના એફઅાઈઅાર નોંધવા જેવી છે એવામાં કેસ રજિસ્ટર્ડ કરી લેવાયો છે અને તપાસ ચાલુ છે. ડીએસપી અનુપસિંહે જણાવ્યું કે અમે કંપનીને ડોક્યુમેન્ટ્સ જમા કરવાનું કહ્યું છે જેથી તપાસ અાગળ વધી શકે.

You might also like