Freedom 251: બુકીંગ શરૂ, જાણો કેવી રીતે ખરીદી શકો છો તમે

નવી દિલ્હી: દુનિયા સૌથી સસ્તા સ્માર્ટફોન ફ્રીડમ 251ને બુધવારે નવી દિલ્હીમાં આધિકારીક રીતે લોન્ચ કરવામાં આવ્યો. નોઇડાની એક પ્રાઇવેટ કંપની રિંગિંગ બેલ્સે ફક્ત 251 રૂપિયાની કીંમતમાં સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. 18 ફેબ્રુઆરીથી તમે આ ફોનને કંપનીની વેબસાઇટ freedom251.com પરથી ખરીદી શકો છો.

એક સમયે કરિયાણાની દુકાનમાં કામ કરતા હતા freedom 251ના માલિક!

જો કે, ઘણા યૂજર ફોનને તેની વેબસાઇટ પરથી ખરીદી શકતા નથી. જ્યારે અમે ફ્રીડમ 251ને ખરીદવાનો પ્રયત્ન કર્યો તો સ્ક્રીન પર શિપિંગ ડિટેલ વિશે પુછવામાં આવ્યું. ત્યારબાદ કોઇ રિસ્પોન્સ ન મળ્યો. સોશિયલ મીડિયા પર આવી રહેલી પ્રતિક્રિયાથી ખબર પડે છે કે આવું ઘણા યૂજર્સ સાથે થઇ રહ્યું છે.

ફ્રીડમ 251: જૂનો ફોન, નવું નામ?

જાણો તમે ફ્રીડમ 251ને કેવી રીતે બુક કરી શકો છો?

– કંપનીની આધિકારીક વેબસાઇટ freedom251.com પર જાવ.
– Buy Now બટન પર ક્લિક કરો.
– એ વાતનું ધ્યાન રાખો કે રિંગિંગ બેલ્સ ફોનને શિપ કરવા માટે 40 રૂપિયા વસૂલી રહી છે. આ પ્રમાણે તમારે ફોન ખરીદવા માટે કુલ 291 રૂપિયા ચૂકવવા પડશે.
– ત્યારબાદ તમારે શિપિંગ એડ્રેસ આપવું પડશે. શરતો અને નિયમોનો સ્વિકાર કર્યા બાદ તમે Pay Now પર ક્લિક કરી પેમેન્ટ પ્રક્રિયાને પુરી કરી શકો છો.
– અત્રે નોંધનીય છે કે ફ્રીડમ 251ને ફક્ત ભારતમાં જ શિપ કરવામાં આવશે.

Freedom 251: જાણો તિરંગામાં લપેટાયેલા ‘દેશભક્ત સ્માર્ટફોન’નું સસ્પેંસ?

You might also like