આ લાઈન નથી, ફ્રી વાઈફાઈની લાય છે!

સામાન્ય રીતે આપણે લોકોને ઘણીબધી જગ્યાએ લાઈન લગાવીને ઊભેલા જોઈએ છીએ. બિલ ભરવા માટે લાઈન, ટિકિટ લેવા માટે લાઈન, સ્લમ વિસ્તારોમાં પાણી ભરવા માટેની લાઈન અને હાઈ ક્લાસ લોકોમાં રેસ્ટોરાંમાં જમવા માટેની લાઈન, પરંતુ ઉપરની તસવીરમાં ભીંતનો ટેકો લઈને લાઈન લગાવીને ઊભેલા લોકોએ કોઈ ખાસ કામ માટે લગાવેલી લાઈન નથી. આ માત્ર ફ્રી વાઈફાઈ મેળવવાની લાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની તમામ ઝોન ઓફિસોમાં ફ્રી વાઈફાઈની સુવિધા શરૂ કરવામાં આવી છે.

ઝોન ઓફિસમાં આવતા મુલાકાતીઓને પણ ર૦ મિનિટ માટે હાઈસ્પીડ વાઈફાઈની સુવિધા વાપરવા મળે છે. હાલમાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો વપરાશ કરે છે અને ઈન્ટરનેટ ડેટા સર્વિસ મોંઘી બની રહી છે ત્યારે સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં લોકોને ફ્રી વાઈફાઈ મળે તો બીજું શું જોઈએ? આ તસવીર સુરતના ઉધના વિસ્તારની છે. ઉધનામાં આવેલી કોર્પોરેશનની ઝોન ઓફિસના કંપાઉન્ડની બહાર સુધી વાઈફાઈ નેટવર્ક પકડાતું હોઈ લોકો અહીં મફતના વાઈફાઈની લાયમાં રીતસર લાઈન લગાવે છે.

You might also like