ગરીબ હિંદુ બાળકો માટે મફતમાં સ્કૂલ ચલાવતી મુસ્લિમ મહિલા

આગ્રા : કુલ ૬૫૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું શહેનાઝનું ઘર આંખના પલકારામાં ક્લાસ રૂમમાં બદલાઈ જાય છે. અઠવાડિયામાં છ દિવસ સવારે ૧૧થી ૭ તેમના ઘરમાં બાળકોનો અવાજ સંભળાય છે. ક્યાંક કોઈ બાળક ઘડિયા બોલતું સંભળાય છે તો ક્યાંક કોઈ બાળક હિંદી, અંગ્રેજી અને ઉર્દૂના અક્ષર શીખતું દેખાય છે.
આસપાસથી પસાર થનાર વ્યક્તિના કાનમાં ૨૦૦ બાળકોના ભણવાનો અવાજ પહોંચે છે. ૪૫ વર્ષની શહેનાઝ નવ ધોરણ સુધી જ ભણેલી છે પરંતુ તેને આસપાસના ગરીબ બાળકોને ભણાવવાની જવાબદારી લીધી છે. આ મુસ્લિમ શિક્ષિકાની પાસે ભણવા આવનાર તમામ વિદ્યાર્થીઓ હિંદુ છે. શહેનાઝ અને તેના વિદ્યાર્થીઓની વચ્ચે ધર્મની કોઈ દીવાલ આવતી નથી. ધર્મનું અંતર બહારની દુનિયામાં ભલે કેટલીયે મારપીટ કરાવી દેતું હોય પરંતુ શહેનાઝના ઘરની અંદર તેની અને તેના વિદ્યાર્થીઓની વચ્ચે ધર્મના અંતરે તેમનો સંબંધ મજબૂત કર્યો છે. શહેનાઝના ઘરની આસપાસ મુસ્લિમ વસ્તી નથી. તેણે પોતાના ઘરની જગ્યાએ બદલવાના બદલે આસપાસના લોકો સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવ્યો હતો. આજે તેના ત્યાં ભણવા આવનાર લોકો તેમને મારી સ્કૂલવાળી આન્ટી કહીને બોલાવે છે. આ બાળકો માટે શહેનાઝની જગ્યા માતા પિતાથી ઓછી નથી.
શહેનાઝ કહે છે કે શરૂઆતમાં મારા પરિવારના સભ્યોને મારા જ ખર્ચે ગરીબ બાળકોને ભણાવવાનો વિચાર યોગ્ય લાગ્યો ન હતો. મારા પતિએ મારી વાતને સમજી અને મારો સાથ આપ્યો. શહેનાઝનું સ્વપ્નું છે કે તે આ પ્રકારે ગરીબી અને અભાવમાં જીવી રહેલા પરિવારોના બાળકોને મફતમાં શિક્ષણ આપવાનું ચાલું રાખે.
શહેનાઝ ખુદ પણ એક મા છે. તેને ચાર પુત્રી અને એક પુત્ર છે. બાળકોને ભણાવવાના કામમાં શહેનાઝની બે પુત્રીઓ પણ તેની મદદ કરી રહી છે. સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહેલી ચાર અન્ય વિદ્યાર્થિની પણ આ બાળકોને ભણાવવામાં શહેનાઝનો સાથ આપી રહી છે.

You might also like