GST લાગુ થતા 1 જૂલાઇથી તમારી કંપની બંધ કરી શકે છે આ સુવિધા

નવી દિલ્હીઃ સંસદમાં જીએસટી પર આજે ચર્ચા થઇ રહી છે. ત્યારે જીએસટી બિલ એક જૂલાઇથી લાગુ થઇ શકે છે. જીએસટી અત્યાર સુધીનું સૌથી મોટુ ટેક્સ રિફોર્મ  સાબિત થશે. જીવન અને સ્વાસ્થ્ય વીમા સહિત કર્મચારીઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડવા પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપબલ્ધ નહીં થાય. જીએસટી લાગુ થવા સાથે પ્રાઇવેટ કંપનીઓમાં કર્મચારીઓને મળનારા ટેક્સ બેનિફિટ પણ ટેક્સમાં આવી જશે.

મળતી માહિતી મુજબ કર્મચારીઓને કંપની તરફથી મળતી સુવિધાઓ કોસ્ટ ટૂ કંપનની અંદર શામેલ નહીં થાય. હવે તે જીએસટીમાં આવી જશે. આ સાથે જ કોસ્ટ ટૂ કંપની અતંર્ગત કર્મચારીઓને મળનાર ફ્રી લંચ, કાર ડ્રોપ્સ સાથે બાળકનો અભ્યાસમાં આપવામાં આવતી સ્કોલરશિપ પણ શામેલ થશે.

કર્મચારીને કંપની તરફથી મળનારી ગુડ્સ એન્ડ સર્વિસેઝનો નિશ્ચિત રકમ કરતા વધારે ઉપયોગ કરશે તો તેની પર પણ જીએસટી લાગુ થશે. સાથે જ જીવન અને સ્વાસ્થ્ય વીમા સહિત અનેક સુવિધાઓ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ નહીં કરવામાં આવે.

http://sambhaavnews.com/

You might also like