બોગસ નાણાકીય વ્યવહાર સામે આવકવેરા વિભાગની લાલ આંખ

મુંબઇઃ આવકવેરા વિભાગે દેશભરમાં બેનામી કંપનીઓ ઊભી કરી તેમાં થતા બોગસ નાણાકીય વ્યવહાર સામે લાલ આંખ કરી છે. આવકવેરા વિભાગ દ્વારા બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ અંતર્ગત ૨૩૦ કેસ નોંધવામાં આવ્યા છે એટલું જ નહીં, તેઓની રૂ. ૫૫ કરોડથી વધુ સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.

બેનામી નાણાકીય વ્યવહારમાં જો કોઇ વ્યક્તિ દોષિત થાય તો તેને સાત વર્ષની સજા અને સંપત્તિની માર્કેટ વેલ્યૂના ૨૫ ટકા પેનલ્ટી ભરવી પડી શકે છે. દરમિયાન સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે કડક હાથે કામ લેવા તથા શેલ કંપનીઓ સામે એક્શન લેવા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like