રૂપિયા ૧૧ લાખ વળતરની લાલચ આપી ૬ લાખની ઠગાઈ કરી

અમદાવાદ: શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કંપની ખોલીને એક કા ડબલ કરી આપવાની લાલચ આપીને છેતર‌િપંડી આચરી હોવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. અડાલજમાં રહેતા અને કાપડના વેપારીને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું કહીને 4.70 લાખ રૂપિયાની છેતર‌િપંડી આચરી હતી. એલિસબ્રિજ પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ શરૂ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે આવેલ સીમંધર‌િસટીમાં રહેતા અને કાપડના વેપારી 75 વર્ષીય કાંતિલાલ લક્ષ્મણભાઇ કાપ‌િડયાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં છેતર‌િપંડીની ફરિયાદ દાખલ કરાવી છે કે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ કે‌િપટલ કોમ‌િર્શયલ સેન્ટરમાં ગુપ્તા ટ્રેડર્સની ઓફિસમાં મહેશ અંગનલાલ ગુપ્તા (રહે. બી/901, ધનંજય ટાવર, શ્યામલ રોહાઉસ) અલગ અલગ સ્કીમોમાં રૂપિયાનું રોકાણ કરીને સારું વળતર મળશે તેવું કહીને 4.70 લાખની છેતર‌િપંડી કરી છે. વર્ષ 2009માં કાંતિલાલ મહેશભાઇને મળ્યા હતા, જેમણે સ્માર્ટ ઇન્વેસ્ટ કંપનીમાં અલગ અલગ સ્કીમો બતાવીને રૂપિયા રોકીને ડબલ રૂપિયા પરત મળશે તેવું કહ્યું હતુંં.

મહેશની વાત પર વિશ્વાસ કરીને કાંતિલાલે અલગ અલગ સમયમર્યાદામાં કુલ 6 લાખ રૂપિયા મહેશને ચેક મારફતે આપ્યા હતા. સ્કીમમાં ઇન્વેસ્ટ કરેલા 6 લાખના બદલામાં કાંતિલાલને 11.24 લાખ રૂપિયા આપવા માટેની બાંયધરી મહેશે આપી હતી, જોકે સમયસર રૂપિયા નહીં આપતાં કાંતિલાલે મહેશ પાસે ઉઘરાણી શરૂ કરી હતી. દરમિયાનમાં મહેશે કાંતિલાલને 6 લાખ રૂપિયા પરત આપવાની જગ્યાએ 1.30 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીને 4.70 લાખ રૂપિયાની છેતર‌િપંડી આચરતાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.
http://sambhaavnews.com/

You might also like