રાજકોટમાં 50 લાખની છેતરપિંડી : ઉપર નીચે અસલી નોટો વચ્ચે કાગળ

અમદાવાદ : રાજકોટમાં છેતરપિંડીના મામલામાં સંડોવાયેલા આરોપી કેતન દવે, શૈલેષ બાંભણીયાની ઓફિસમાંથી નોટ મળી આવી છે. રૂપિયા 57 લાખ 16 હજારની નકલી ચલણી નોટ મળી આવી છે. આરોપીઓએ રૂપિયા બે હજારની નોટની ઝેરોક્ષ રાખી હતી.

બંડલમાં ઉપર-નીચે અસલી નોટ રાખી હતી, અને બાકી વચ્ચે તમામ નોટ નકલી મુકી છેતરશપડી કરી હતી. ઉલ્લેખનિય છે કે RTGS કરવાના બહાને રૂપિયા 50 લાખની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવ હતી.

જે અંગે એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા વેપારી નીતિનભાઈ અજાણીસાથે વૈદશ્રી ફાયનાન્સનો ધંધો કરતા કેતન દવે સહિત અન્ય શખ્સોએ રૂપિયા 50 લાખની ઠગાઈ કરી છે.

You might also like