કેનેડાની વર્ક પરમિટ અપાવવાનું કહી રૂ. ૩૨ લાખ પડાવી લીધા

અમદાવાદ, ગુરુવાર
કેનેડા મોકલવાને બહાને છ વ્યક્તિઓ સાથે બોપલમાં રહેતી વ્યક્તિ અને આણંદમાં રહેતી બે વ્યક્તિએ રૂ. ૩૨ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

નિર્ણયનગરમાં પૂર્ણ પુરુષોત્તમ સોસાયટીમાં વિપ્રા ભરતભાઈ પટેલ (ઉ.વ. ૨૫) તેની માતા અને ભાઈ-ભાભી સાથે રહે છે. વિપ્રાએ બીબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. એક વર્ષ અગાઉ બલોલનગર ખાતે આવેલી પ્રીત ઓવરસીઝ નામની વિઝા કન્સલ્ટન્સી કામકાજ કરતી ઓફિસમાં વિપ્રાએ વિદેશ જવા માટે પૂછપરછ કરી હતી. જ્યાં ચંદ્રકાંત પ્રજાપતિ નામની વ્યક્તિએ કેનેડાના વર્ક પરમિટના વિઝા માટે ૮ લાખ રૂપિયા અાપવાનું જણાવ્યું હતું.

વિપ્રાએ ૨૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ મહેસાણા ખાતે મિતેષ નામની વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં ૨ લાખ રૂપિયા અને અખબારનગર ICICI બેન્કમાં બીજા બે લાખ જમા કરાવ્યા હતા. બાકીના ચાર લાખ રૂપિયા રોકડા ચંદ્રકાંત પ્રજાપતિને ચૂકવ્યા હતા. અન્ય પાંચ વ્યક્તિએ પણ બેન્ક એકાઉન્ટમાં અને રોકડા મળી કુલ ૩૨ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. પૈસા જમા કરાવ્યા બાદ ચંદ્રકાંતભાઈઅે ફોન કરીને ૧૯ જાન્યુઅારીના રોજ દિલ્હીથી ન્યૂ ટોરેન્ટોની ફ્લાઈટ હોવાનું જણાવી દિલ્હી પહોંચવા જણાવ્યું હતું.

વિપ્રા અને અન્ય પાંચ વ્યક્તિ દિલ્હી પહોંચ્યા બાદ ચંદ્રકાંતભાઈએ તમામને ફોન કરી અને મિતેષ નામની વ્યક્તિ જે તેઅોની સાથે કેનેડા સાથે અાવવાની હતી. તેઅોની ધરપકડ કરવામાં અાવી છે અને તમામ ડોક્યુમેન્ટ તેમની પાસે છે જેથી પરત આવી જાવ તેમ જણાવ્યું હતું. પરત અાવ્યા બાદ કેનેડા જવાનું કેન્સલ થતાં છ વ્યક્તિઅે પૈસા પરત માગ્યા હતા પરંતુ અત્યારે પૈસા ન હોવાનું જણાવી ચંદ્રકાંતભાઈએ ગલ્લાતલ્લાં કર્યાં હતાં.

િવપ્રાઅે અા મામલે ચંદ્રકાંત પ્રજાપતિ તેમના બે ભાગીદાર મિતેષ પટેલ (રહે. અાણંદ) તથા દિનેશ પરમાર (રહે. અાણંદ) વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

You might also like