બોગસ ઈ-મેઈલ સામે આઈટી ડિપાર્ટમેન્ટે કરદાતાને ચેતવ્યા

મુંબઇ: ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કરદાતા પાસેથી ક્રેડિટ કાર્ડના પિન અને એકાઉન્ટ સંબંધી જાણકારી માગતું નથી. જો કોઇ મેઇલ અને કોલ ઇન્કમટેક્સ વિભાગના નામે આવતો હોય તો અને આ પ્રકારની માહિતી માગવામાં આવે તો આ મેઇલ કે કોલ બનાવટી છે અને કરદાતાએ આ પ્રકારની માહિતી આપવાથી બચવું જોઇએ.

ઇન્કમટેક્સ વિભાગે કરદાતાને એક પરિપત્ર બહાર પાડી અપીલ કરી છે કે આવા મેઇલ કે કોલનો જવાબ ના આપે. કરદાતા બેન્કના એકાઉન્ટ સંબંધી કે ક્રેડિટ કાર્ડ સંબંધી કોઇ પણ જાણકારી શેર કરવી જોઇએ નહીં. આવકવેરા વિભાગ કરદાતાને ઇ-મેઇલ અને એસએમએસ કરે છે, પરંતુ સત્તાવાર incident@cert-in.org.inથી થાય છે. જો કોઇ આને મળતો મેઇલ આવે તો આ અંગેનો જવાબ ‘ના’ આપે. વિભાગ કરદાતાના ઇ-મેઇલને સલામત અને સુરક્ષિત રાખવા માટે સુરક્ષિત ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વખતથી કેટલાક ખોટા ઇ-મેઇલ કે ફોન કોલ કરીને કરદાતાઓ પાસેથી એકાઉન્ટ સંબંધી માહિતી અને પિન નંબર માગવામાં આવી રહ્યાની વિગતો ડિપાર્ટમેન્ટને ધ્યાને આવી છે અને આવા એકાઉન્ટની માહિતીનો પાછળથી દુરુપયોગ કરી નાણાંની ઉચાપત કરાઇ હોવાના બનાવો પણ નોંધાયા હોવાની વિગતો ડિપાર્ટમેન્ટને જાણવા મળી છે. આવા સંજોગોમાં આવા ખોટા ફોન તથા ઇ-મેઇલ સામે કરદાતાઓને ચેતવ્યા છે.

You might also like