ફ્રાંસની સંસદમાં આતંકવાદીઓની નાગરિકતા રદ કરવા માટે થયું મતદાન

પેરિસ: ફ્રાંસની સંસદના નીચલા સદનમાં સાંસદોએ આતંકવાદી ગતિવિધિઓના આરોપીઓ પાસેથી ફ્રાંસીસી નાગરિકતા છીનવી લેવા માટે સંવિધાનમાં ફેરફાર કરવાના અત્યંત વિવાદાસ્પદ પ્રસ્તાવ પર મતદાન કર્યું છે.

ઘણા અઠવાડિયાની ચર્ચા બાદ આ પ્રસ્તાવ પર મંગળવારે મતદાન કરવામાં આવ્યું અને હાથ ઉઠાવીને કરવામાં આવેલા મતદાનના માધ્યમથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ પ્રસ્તાવ 13 નવેમ્બરના રોજ પેરિસમાં થયેલા જિહાદી હુમલા બાદ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ દ્વારા ભરવામાં આવેલા આકરા પગલાંમાંનું એક છે. પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં 130 લોકોના મોત નિપજ્યા હતા.

રાષ્ટ્રીયતા સંબંધી આ પગલાંને લોકોનું ભારે સમર્થન છે પરંતુ ઓલાંદની સત્તારૂઢ સોશલિસ્ટ પાર્ટીમાં તેને લઇને ઉંડો મતભેદ છે. આ પહેલાં સંસદે પોલીસ અને સુરક્ષાબળોની શક્તિઓ વધારતાં હાલની કટોકટીની સ્થિતિને વધુ ત્રણ મહિના આગળ વધારવા માટે મતદાન કર્યું હતું.

માનવાધિકાર સમૂહોનું કહેવું છે પોલીસ આ શક્તિઓનો દુરપયોગ કરી રહી છે પરંતુ સરકારનું કહેવું છે કે આવા સમયમાં આ પગલું દેશની સુરક્ષા માટે જરૂરી છે જ્યારે ફ્રાંસ પર વધુ એક જિહાદી હુમલો થવાનો ખતરો છે.

You might also like