ફ્રાન્સે ‘વિટામીન-ડી’ના સપ્લીમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો

ડિસેમ્બર મહિનામાં ફ્રાન્સમાં દસ દિવસની એક બાળકીને વિટામીન-ડીના સપ્લીમેન્ટ અાપ્યા પછી અચાનક તેનંુ મૃત્યુ થયું. અા ઘટનાને ફ્રાન્સના સ્વાસ્થ્ય ખાતાએ ગંભીરતાથી લઈને વિટામીન-ડીના સપ્લીમેન્ટ્સના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. અા નિર્ણય ફ્રાન્સમાં દવાઓ અને હેલ્થ પ્રોડક્ટના સલામત ઉપયોગનું નિયમન કરતી એજન્સીએ લીધો છે. નાના બાળકોમાં વિટામીન-ડીની ઉણપ માટે યુવેસ્પેરોલ-ડી નામની દવા વપરાય છે. અા દવા અાપ્યા બાદ દસ દિવસની બાળકી મૃત્યુ પામી હતી.
http://sambhaavnews.com/

You might also like