Categories: Top Stories

ભારત-ફ્રાંસ વચ્ચે પરમાણુ સહિત 14 કરારો પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું, મિત્રતા છે ઘણી જૂની

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈન્યુઅલ મેક્રો અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે દ્વિપક્ષી. વાર્તામાં સુરક્ષા અને પરમાણુ ઉર્જા સહિતના કુલ 14 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને ફ્રાંસ વચ્ચે રાજકીય ભાગીદારી ભલે માત્ર 20 વર્ષ જૂની હોય, પરંતુ આપણી સભ્યતા અને આધ્યાત્મિકતાની ભાગીદારી ઘણી જૂની છે.

16 બિલિયન ડૉલરના કરાર પર હસ્તાક્ષર
મેક્રોની ભારતની યાત્રાના પહેલા દિવસે શનિવારે જ ફ્રાંસ અને ભારતની કંપનીઓ વચ્ચે 16 બિલિયન ડૉલરના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેની પુષ્ટિ ફ્રાંસના રાષ્ટ્રપતિ કાર્યાલયે કરી છે.

ચાર દિવસની ભારતની યાત્રા હેઠળ પોતાની પત્ની બ્રિગિટ્ટે મેરી ક્લાઉડ મેક્રો અને મંત્રીમંડળના સભ્યો સાથે ફ્રાંસના વડાપ્રધાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. તેની પહેલા મેક્રો અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની મુલાકાત થઈ હતી.

મેક્રોએ રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક સ્વાગત સમારોહ દરમ્યાન કહ્યું હતું કે, ‘હું ભારત આવીને ખુશ છું અને સ્વયં માટે ગૌરવ અનુભવું છું.’ ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મોદીએ જુલાઈમાં પોતાની ફ્રાંસ યાત્રા દરમ્યાન વડાપ્રધાન મેક્રોને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

Navin Sharma

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

15 hours ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

15 hours ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

16 hours ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

16 hours ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

16 hours ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

16 hours ago