નીસ જનસંહારઃ હુમલાખોરે પાંચ શકમંદ સાથે મળી ષડયંત્ર રચ્યું હતું

પેરીસ: ફ્રાન્સના નીસમાં થયેલા ખોફનાક ત્રાસવાદી હુમલા અંગે નવી વિગતો જાણવા મળી રહી છે. જેમાં હુમલાખોરે પાંચ શકમંદ સાથે મળી આ હુમલાનું કાવતરુ રચ્યુ હોવાનું બહાર આવ્યુ છે.આ કેસમાં અન્ય પાંચ શકમંદોને આૈપચારીક રીતે આરોપી બનાવવામા આવ્યા છે. તેમ ફ્રાન્સવા મોલિન્સે જણાવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં બૂહલેલેઅે બાસ્તીલ દિવસ નિમીતે આતશબાજીનો આનંદ માણી રહેલા લોકો પર ટ્રક ચડાવી દઈને 84 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાના અેક સપ્તાહ બાદ મોલિન્સે ગઈકાલે જણાવ્યુ હતુ કે બૂહલેલના ફોનમાં રહેલા ફોટા પરથી એવુ કહી શકાય કે તેની 2015થી જ આ સમારોહ પર નજર હતી. તેમજ અેવુ પણ જાણવા મળે છે કે અટકાયત હેઠળ રહેલા પાંચ શકમંદમા સામેલ મહંમદ ઓઆલિદ જી અે જનસંહારના અેક દિવસ બાદ ગુનાના સ્થળનો વીડિયો બનાવ્યો હતો. જ્યારે પાંચ શકમંદોને ગઈકાલે મોડી રાત સુધી આતંકવાદ સાથે સંકળાયેલા કેસની સુનાવણી કરવા જજ સામે રજૂ કરવામાં આવ્યા હતા. અને તેમની સામે આવા આક્ષેપ થયા હતા.

You might also like