ફ્રાંસ ‘જાયન્ટ કિલર’ આઇસલેન્ડને હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું

પેરિસઃ ફ્રાંસે જાયન્ટ કિલર કહેવાતી આઇસલેન્ડની ટીમે 5-2ના અંતરથી હરાવીને યુરો કપ-૨૦૧૬ની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સેમિફાઇનલમાં યજમાન ફ્રાંસનો મુકાબલો જર્મની સામે થશે. આ મેચ આગામી ગુરુવારે માર્સે ખાતે રમાશે.

પેરિસમાં ગઈ કાલે રમાયેલા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં હાફટાઇમ સુધી ફ્રાંસની ટીમે ૪-૦ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. પહેલા હાફમાં ફ્રાંસ તરફથી ઓલિવએ ઝિરુ, પોલ પોગબા, દિમિત્રિ પેયેટ અને એન્ટોનિયા ગિઝમેને ગોલ કર્યા હતા. બીજા હાફમાં આઇસલેન્ડે બે અને ફ્રાંસે એક ગોલ કર્યો હતો. આ મેચ સાથે જ યુરો કપમાં આઇસલેન્ડની યાદગાર સફર સમાપ્ત થઈ ગઈ છે. ગત સપ્તાહે આઇસલેન્ડની ટીમે ઈંગ્લેન્ડને ૨-૧થી હરાવીને ફૂટબોલ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી.

You might also like