ડેસચેમ્પ્સે ફ્રાંસને બીજી વાર ચેમ્પિયન બનાવ્યું

મોસ્કોઃ બીજી વાર ફિફા વર્લ્ડકપનો ખિતાબ જીતનારી ફ્રાંસના કોચ ડેસચેમ્પ્સ ખેલાડી અને કોચના રૂપમાં વર્લ્ડકપ જીતનારી દુનિયાની ત્રીજી વ્યક્તિ બની ગયા છે. ૪૯ વર્ષીય ડેસચેમ્પ્સની ટીમ ફ્રાંસે અહીં ગઈ કાલે પહેલી વાર ફાઇનલમાં પહોંચેલી ક્રોએશિયાને ૪-૨થી હરાવીને ખિતાબ જીત્યો.

ડેસચેમ્પ્સે આ પહેલાં ૧૯૯૮માં ખિતાબ જીત્યો હતો, એ સમયે તે ફ્રાંસની ટીમના કેપ્ટન હતા અને ગઈ કાલે ફ્રાંસે જ્યારે આ ખિતાબ જીત્યા ત્યારે ડેસચેમ્પ્સ ટીમના કોચ હતા.

ડેસચેમ્પ્સ પહેલાં બ્રાઝિલના મારિયો જાગાલો અને જર્મનીના ફ્રાંઝ બેકકેનબાયુએરે કોચ અને ખેલાડી તરીકે વર્લ્ડકપ જીત્યો હતો. જાગાલોએ ૧૯૬૨માં ચિલીમાં યોજાયેલા વર્લ્ડકપમાં એક ખેલાડીના રૂપમાં અને ૧૯૭૦માં કોચના રૂપમાં બ્રાઝિલ માટે આ ખિતાબ જીત્યો હતો.

જર્મનીના ફ્રાંઝ બેકકેનબાયુએરે ૧૯૭૪માં કેપ્ટનના રૂપમાં અને ૧૯૯૦માં કોચના રૂપમાં જર્મની માટે ફિફા વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો.

You might also like