પેરિસનો બદલોઃ ફ્રાન્સે ISના અડ્ડાઅો પર ૨૦ બોમ્બ ઝીંક્યા

પેરિસ: પેરિસ પર થયેલા ત્રાસવાદી સંગઠન અાઈઅેસઅાઈઅેસના શ્રેણીબદ્ધ હુમલાનો બદલો લેવા ફ્રાંસે હવે સીરિયામાં અાઈઅેસઅાઈઅેસના અડ્ડાઅો ઉપર હુમલા શરૂ કરી દીધા છે. પેરિસમાં બે દિવસ અગાઉ થયેલા ખોફનાફ ત્રાસવાદી હુમલા બાદ ફ્રાન્સે અાઈઅેસઅાઈઅેસ વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધું છે. ફ્રાન્સના લડાયક વિમાનોઅે સીરિયાના રક્કા શહેરમાં ૨૦થી વધુ બોમ્બ ફેંક્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રક્કા શહેર અાઈઅેસઅાઈઅેસના ત્રાસવાદીઅોનું સીરિયામાં ગઢ માનવામાં અાવે છે. ફ્રાન્સના લશ્કરે અાઈઅેસઅાઈઅેસને જડબાંતોડ જવાબ અાપીને સીરિયાના રક્કામાં અાઈઅેસઅાઈઅેસના ત્રાસવાદી અડ્ડાઅો પર જબરજસ્ત બોમ્બ મારો કર્યો છે.

અમેરિકન લશ્કર પણ ફ્રાન્સના લશ્કરને મદદ કરી રહ્યું છે. અા હુમલામાં અાઈઅેસઅાઈઅેસના કમાન્ડ પોસ્ટ અને ટ્રેનિંગ કેમ્પનો નાશ થયો હોવાના સમાચાર છે. ફ્રાન્સના સરંક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર લડાયક વિમાનોઅે અાઈઅેસઅાઈઅેસના કમાન્ડ સેન્ટર, દારૂગોળાના ડેપો અને ત્રાસવાદીઅોના કેમ્પ પર બોમ્બ ફેંક્યા હતા.

બીજી બાજુ અાઈઅેસઅાઈઅેસની મીડિયા વિંગનું કહેવું છે કે હવાઈ હુમલા પહેલા અાઈઅેસઅાઈઅેસઅે તમામ અડ્ડાઅો ખાલી કરી દીધા હતા અને તેથી તેને જાનમાલનું મોટું નુકસાન પહોંચ્યું નથી. એક નિવેદનમાં જણાવાયું હતું કે સંયુક્ત અારબ અમિરાત (યુઅેઈ) અને જોર્ડનમાં ૧૦ લડાયક વિમાનોઅે અાઈઅેસઅાઈઅેસના અડ્ડાઅો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા.
ફ્રાન્સ અનેક જગ્યાઅે હુમલા કરી ચૂક્યું છે. ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્સુવા અોલાન્ડેઅે શુક્રવારે પેરિસમાં થયેલા હુમલાને અાઈઅેસ તરફથી યુદ્ધ છેડવાના પગલાં તરીકે ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમને ખબર છે કે પેરિસ પર કોને હુમલા કર્યા છે. અમે તેનો ચોક્કસ બદલો લઈશું અને નિર્દય રીતે તેમનો ખાત્મો બોલાઈ દઈશું.

પેરિસના સરંક્ષણ વિભાગના અધિકારીઅે જણાવ્યું હતું કે ફ્રાન્સના ફાઈટર વિમાનોઅે સીરિયામાં અાઈઅસેઅાઈઅેસના જે અડ્ડાઅો ઉપર બોમ્બ મારો કર્યો છે તેમના એક કમાન્ડ સેન્ટર, એક રિક્રૂટમેન્ટ સેન્ટર, એક શસ્ત્ર ભંડાળ અને એક ટ્રેનિંગ કેમ્પન સમાવેશ થાય છે. અા હુમલા માટે ફાઈટર વિમાને યુઅેઈ અને જોર્ડનથી ઊંડાણ ભર્યું હતું. અધિકારીઅે જણાવ્યું હતું કે અા કાર્યવાહીમાં ૨૦ બોમ્બ ઝીંકવામાં અાવ્યા હતા. તેમાં તમામ લક્ષિત અડ્ડાઅોનો નાશ કરી દેવામાં અાવ્યો છે. પેરિસમાં ત્રાસવાદી હુમલા બાદ અમેરિકાના પ્રમુખ બરાક અોબામા ઇરાક અને સીરિયામાં અાઈઅેસઅાઈઅેસ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી સઘન બનાવી શકે છે અને હવે અમેરિકા અને ફ્રાન્સ અાઈઅેસઅાઈઅેસ વિરુદ્ધ હુમલા વધુ તેજ બનાવશે.

You might also like