ફ્રાંસ અને રશિયન યુદ્ધ વિમાનોના સિરિયામાં આઈએસ પર હુમલા

પેરિસ : ફ્રાંસ અને રશિયાના યુદ્ધ વિમાનોએ ઉત્તર સિરિયામાં આઈએસના ગઢ ગણાતા રાક્કામાં ગઈ રાત્રે ફરીથી હુમલા કર્યા હતા. આ હુમલામાં એક કમાન્ડ સેન્ટર અને તાલીમ કેન્દ્રનો નાશ કરાયો છે. ફ્રાંસના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ ૧૦ રાફેલ અને મિરાજ-ર૦૦૦ લડાયક વિમાનોએ જીએમટી સમય મુજબ રાત્રે ૧૦-૩૦ કલાકે ૧૬ બોંબ ઝીંક્યા હતા.
પેરિસમાં આઇએસના ત્રાસવાદીઓ દ્વારા ભીષણ હુમલાને અંજામ આપ્યા બાદ હવે ફ્રાન્સમાં સતત ત્રીજા દિવસે પણ દરોડા અને આક્રમક કાર્યવાહીનો દોર જારી રહ્યો હતો. પેરિસ અને અન્ય વિવિધ જગ્યાએ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. હજુ સુધી પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહીમાં મોટી સંખ્યામાં શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી હજુ જારી રહેે તેવી શક્યતા છે.
બીજી બાજુ ફ્રાન્સના પ્રમુખ હોલાન્ડેએ આઇએસની સામેની લડાઇમાં સાથે આવવા માટે અમેરિકા અને રશિયાને અપીલ કરી હતી. ત્યારબાદ બંને દેશોના યુદ્ધ વિમાનોએ સિરિયામાં હુમલા કર્યા હતા. હોલાન્ડેએ સંસદના સંયુક્ત સત્રને સંબોધતા કહ્યુ હતુ કે ફ્રાન્સે યુદ્ધ છેડી દીધુ

છે. બીજી બાજુ પેરિસના આતંકી હુમલાને વખોડી કાઢતા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસને દુનિયામાં છુપાવવાની કયાંય સુરક્ષિત જગ્યા નહીં મળે. દરમિયાન અમેરિકાનાં વડપણ હેઠળના સંયુકત દળોનાં યુદ્ઘ વિમાનોએ સિરિયામાં ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસ પર હુમલા શરૂ કરી દીધા હતા.
સમગ્ર દુનિયામાં દહેશત ફેલાવી રહેલા ત્રાસવાદની સામે અમે લડી રહ્યા છે. ફ્રાન્સના પાટનગર પેરિસમાં એક સાથે અનેક જગ્યાએ કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલા બાદ હવે માત્ર ફ્રાન્સમાં જ નહી બલ્કે બેલ્જિયમ અને અન્ય દેશોમાં પણ તપાસ ચાલી રહી છે.
આ હુમલાના કનેક્શન કેટલીક જગ્યાએ દેખાઇ રહ્યા છે. કડી એકત્રિત કરવા માટે યુરોપના ઓછામાં ઓછા પાંચ દેશોમાં તપાસ એકસાથે ચાલી રહી છે. વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. કડીઓ અને પુરાવા મેળવી લેવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ હુમલામાં આઠ શખ્સો સામેલ હતા. જો કે સાત બોમ્બર આત્મઘાતી હતા અને તેમના તો મોત થઇ ગયા હતા.
આઠમો હુમલાખોરા ૨૬ વર્ષીય અબ્દેસ્લાહ સલાહ હોવાનુ જાણવા મળ્યુ છે. તે વધારે ખતરનાક છે તેમ ફ્રાન્સના અધિકારીઓએ કહ્યુ છે. સલાહના ભાઇ ઇબ્રાહુમનુ મોત થઇ ગયુ હતુ. જયારે અન્ય ભાઇ મોહમ્મદની અન્ય છ લોકોની સાથે બેલ્જિયમમાં ધરપકડ કરી લેવામાં આવી છે.
ફ્રાન્સના પ્રમુખ હોલાન્ડે ત્રણ મહિના માટે ઇમરજન્સી ઇચ્છે છે. શનિવારે ફ્રાન્સના પાટનગર પેરિસમાં અનેક જગ્યાએ અંધાધુંધ ગોળીબાર અને આત્મઘાતી હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યુ હતું. બ્લાસ્ટ એ ગોળીબારની ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૬૦ લોકોના મોત થયા હતા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.બીજા વિશ્વ યુદ્ધ બાદ ફ્રાંસમાં હજુ સુધીના સૌથી મોટા હુમલા તરીકે આને જોવામાં આવે છે. બીજી બાજુ સિરિયામાં હવાઇ હુમલા પણ કરવામાં આવી રહ્યા છે.

You might also like