બિહારમાં માલદા-કટિહાર ટ્રેનમાંથી ૧૪ બાેમ્બ મળતાં ભારે સનસનાટી

કટિહાર: બિહારની અેક ટ્રેનમાં બાેમ્બ મુકાયા હાેવાની સૂચના મળતા પાેલીસ તંત્રમાં દાેડધામ મચી ગઈ હતી. અને લાેકાેમાં પણ સનસનાટી મચી જવા પામી હતી.પાેલીસ તપાસમાં બહાર આવ્યું હતુ કે માલદા-કટિહાર ટ્રેનમાં ૧૪ બાેમ્બ રાખવામાં આવ્યા હતા. આ બાેમ્બને જનરલ કાેચના શાૈચાલયમાં મૂકવામાં આવ્યા હતા. હાલ છઠ પૂજાને કારણે ટ્રેનાેમાં ભારે ભીડ રહે છે. ત્યારે આ ટ્રેનમાં મુકાયેલા બાેમ્બથી માેટી દુર્ધટના સર્જાઈ શકે તેમ હતી. પરંતુ સદનસીબે દુર્ઘટના ટળી ગઈ છે. આ અંગે પાેલીસ તપાસ કરી રહી છે કે આ બાેમ્બ ટ્રેનમાં બ્લાસ્ટ માટે રાખવામાં આવ્યા હતા કે તેને અન્ય કાેઈ જગ્યાઅે પહાેંચાડવામાં આવી રહ્યા હતા. લાેકલ ટ્રેનમાંથી આ પ્રકારે જીવિત બાેમ્બ મળતા પાેલીસની કામગીરી સામે સવાલાે ઉઠી રહ્યા છે.

માહિતી મુજબ શનિવારે માેડીરાતે પાેલીસને સૂચના મલી હતી કે કટિહાર-માલદા પેસેન્જર ટ્રેનમાં બાેમ્બ રાખવામા આવ્યા છે. માહિતીના આધારે પાેલીસે તપાસ કરતા ટ્રેનની બાેગીમાં ૧૪ જીવિત બાેમ્બ મળી આવતા પાેલીસ પણ ચાેંકી ઉઠી હતી. ત્યારબાદ બાેમ્બ ડિસ્ફયુઝ ટીમને બાેલાવવામાં આવતા મળી આવેલા બાેમ્બને ડિસ્ફયુઝ કરવામાં આવ્યા હતા. પાેલીસે હાલ આ અંગે ગુનાે દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like