નવરાત્રિના ચોથા દિવસે બ્રહ્માંડ ઉતપન્ન કરનાર મા કુષ્માંડાની ભક્તિ કરો

નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે, જેમને અષ્ટભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે બ્રહ્માંડની રચના માતા કુષ્માંડાએ કરી હતી. જ્યારે સૃષ્ટિમાં ચારે તરફ અંધકાર હતો અને જીવ જંતુ ન હતા, ત્યારે માતાએ બ્રહ્માંડની રચના કરી હતી.

કુષ્માંડાનો સંસ્કૃતમાં અર્થ થાય છે કુમ્હેડે, મતલબ જેમણે પોતાના મંદ મંદ સ્મિતથી સંપૂર્ણ બ્રહ્માંડને પોતાના ગર્ભમાંથી ઉતપન્ન કર્યું છે. જ્યોતિષમાં માતા કુષ્માંડાનો સંબંધ બુધ ગ્રહ સાથે છે.

માતા કુષ્માંડાની ભક્તિ કરવાથી બધા રોગ દૂર થાય છે. તેમની ભક્તિથી ઉંમર, યશ અને બળ પ્રાપ્ત થાય છે. આજે સવારે 7 વાગ્યાથી 11 વાગીને 20 મિનિટ સુધીમાં તમે માતાની પૂજાનું મૂર્હુત સાચવી શકો છો.

માતા કુષ્માંડાની પૂજા કરી તમે ‘સુરાસંપૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ, દધાના હસ્તપદ્માભ્યાં કુષ્માંડા શુભદાસ્તુ’ મંત્રનો જાપ કરી માતાને પ્રસન્ન કરી શકો છો. માતાની પૂજા બાદ મહાદેવ અને બ્રહ્માજીની પૂજા કરવી જોઈએ.

You might also like