મુંબઈની લોકલ ટ્રેનમાં સ્ટંટ કરનાર ચાર યુવકની 24 કલાકમાં ધરપકડ

મુંબઇ: વડાલા પોલીસે હાર્બર લાઇન પર લોકલ ટ્રેન પર સ્ટંટ કરનારા ચાર યુવકની ર૪ કલાકની અંદર ધરપકડ કરી છે. જેમાં તે ચાલતી ટ્રેનમાં લટકીને સ્ટંટ કરતા હતા. રપ જુલાઇના રોજ આ વીડિયો સામે આવ્યો હતો. જેમાંના એક યુવકે મોબાઇલ ફોનથી જીટીબી રેલવે સ્ટેશનથી સીએસએમપી સ્ટેશનની વચ્ચે તૈયાર કર્યો હતો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વીડિયોમાં આ ચારેય યુવકો હાઇસ્પીડ લોકલ ટ્રેનના દરવાજા પર લટકીને સ્ટંટ કરી રહ્યા હતા.

સ્ટેશન પર ઊભેલા લોકોના મોબાઇલ ફોન ખેંચતા જોવા મળ્યા હતા. વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે આ તસવીરો આસપાસના તમામ રેલવે સ્ટેશન પર મોકલી અને માત્ર ર૪ કલાકની અંદર મુંબઇના અલગ અલગ વિસ્તારમાંથી તેમને પકડી લીધા. પોલીસે તપાસની વાત કરતાં ધરપકડ થયેલા યુવાનોના નામનો ખુલાસો કર્યો છે.

પકડાયેલા યુવકોની ઓળખ ર૪ વર્ષના આમીર શેખ ઉર્ફે મમ્મા, રર વર્ષના જૈદ શેખ ઉર્ફે જાવેદ, ૧૯ વર્ષના રોહિત ચોરરિયા અને ર૦ વર્ષના શાહબાઝ ખાનના રૂપમાં થઇ નથી. આ તમામ પર મુુંબઇની ટ્રેનોમાં લૂંટ સહિતના કેટલાય ગુના નોંધાયા છે.

જાણકારી મુજબ એક ચેનલે તેમના પર એક ડોકયુમેન્ટ્રી પણ બનાવી છે. તેમણે તેમના ગ્રૂપનું નામ ‘બ્રાન્ડેડ કમિના’ રાખ્યું હતું. તેમના ગ્રૂપમાં કુલ ૧૬ છોકરાઓ છે. તેઓ બાઇક, ટ્રેન અને બસ પર સ્ટંટ અને લૂંટનું કામ કરે છે. લોકલ ટ્રેનોમાં વધતી સ્ટંટબાજી રોકવા આરપીએફ પણ સખત કાર્યવાહી કરી રહી છે. આ વર્ષે આવા રરપ સ્ટંટબાજ પર કાર્યવાહી થઇ છે.

You might also like