નિર્ભયા કેસમાં આજે SCનો ચૂકાદો, ફાંસી વિરૂદ્ધ દોષિતોએ કરી હતી અરજી

નવી દિલ્હીઃ સમગ્ર દેશ અને સિસ્ટમને હચમચાવી નાખનાર નિર્ભયા ગેંગરેપ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટ મહત્વનો ચૂકાદો આપવાની છે. નિર્ભયાના ચારે હત્યારાઓએ ફાંસીની સજા વિરૂદ્ધ કોર્ટમાં અરજી કરી હતી. જેની પર આજે સુપ્રિમ કોર્ટમાં ચૂકાદો આવવાનો છે. 16 ડિસેમ્બર 2012ની રાત દિલ્હીમાં નિર્ભયા માટે ભયજનક બની ગઇ હતી. તે રાત્રે એક ચાલતી બસમાં પાંચ પુક્ત અને એક સગીરે હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી હતી. 23 વર્ષની નિર્ભયા સાથે હેવાનિયતનો એવો ખેલ ખેલ્યો હતો કે તે જાણીને દરેક દેશવાસી હચમચી ગયા હતા. નિર્ભય પેરામેડિકલની આશાસ્પદ વિદ્યાર્થીની હતી.

16 ડિસેમ્બરની રાત્રે નિર્ભયા તેના પુરૂષ મિત્ર સાથે ફિલ્મ જોવા ગઇ હતી. ફિલ્મ જોયા બાદ તે એક બસમાં મુનીરકાથી દ્વારકા જઇ રહી હતી. બસમાં બેઠા પછી તેને ખ્યાલ આવ્યો કે તેમાં માત્ર પાંચ કે સાત મુસાફરો જ સવાર હતા. અચાનક તેઓ નિર્ભાય સાથે ગેરવર્તૂણક કરવા લાગ્યા. બસમાં તેમના સિવાય અન્ય કોઇ મુસાફર ન હતા. નિર્ભયાના મિત્રએ તેનો વિરોધ કર્યો તો તેની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. જેનાથી તે યુવાન બેભાન થઇ ગયો હતો. જ્યારે નિર્ભયા પર ચાલતી બસમાં જ આ શખ્સોએ હેવાનયતની તમામ હદ પાર કરી દીધી હતી. અને નિર્ભયા અને તેના મિત્રને ચાલતી બસમાંથી બહાર ફેકી દીધા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધી હતી.

http://sambhaavnews.com/

You might also like