ચાર વર્ષમાં રાષ્ટ્રીય પક્ષોને મળેલું ૯૫૬ કરોડનું ફંડઃ BJPને સૌથી વધુ રકમ મળી

નવી દિલ્હી: છેલ્લાં ચાર વર્ષમાં દેશના વિવિધ રાજકીય પક્ષોને વિવિધ કોર્પોરેટ કંપનીઓ અને બિઝનેસ હાઉસ તરફથી કુલ 856.77 કરોડની રકમ ફંડ તરીકે મળી છે.  એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ તૈયાર કરેલા અહેવાલમાં આ વિગત જણાવવામાં આવી છે. આ આંકડા નાણાકીય વર્ષ 2012-13 અને 2015-16 દરમિયાન વિવિધ રાજકીય પક્ષોને મળેલા ફંડની વિગત પરથી મળ્યા છે, જોકે કુલ ફંડમાંથી ભાજપને સૌથી વધુ 705.81 કરોડની રકમ ફંડ તરીકે મળી હોવાનું બહાર આવ્યું છે, જેમાં આ રકમમાંથી 89 ટકા રકમ કંપનીઓએ આપી છે.

એડીઆરના અહેવાલમાં જણાવાયું છે કે આવા ફંડની રકમ ભાજપ, કોંગ્રેસ, એનસીપી, સીપીએમ અને સીપીઆઈ સહિત અન્ય પક્ષને મળી છે, જોકે આવી રકમમાં બીએસપીને સામેલ કરવામાં આવી નથી, કારણ કે બીએસપીએ જણાવ્યું હતું કે તેને 20 હજારથી વધુ રકમનું ફંડ મળ્યું નથી.

૨૦૧૪માં સૌથી વધુ ફંડ મળ્યું હતું
એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ તૈયાર કરેલા અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે દેશની વિવિધ રાષ્ટ્રીય પાર્ટીઓને 2014ની લોકસભાની ચૂટંણી દરમિયાન સૌથી વધુ ફંડ મળ્યું હતું, જ્યારે નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન 573.18 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, જે ચાર વર્ષમાં મળેલા કુલ ફંડની રકમની 60 ટકા રકમ હતી.
http://sambhaavnews.com/

You might also like