ચાર વર્ષમાં ૨૧ હજાર મેટ્રિક ટન અનાજ બરબાદ થઈ ગયું

નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક વર્ષમાં ખરાબ મોસમના કારણે એક બાજુ ઘઉં અને ચોખાના ઉત્પાદનને અસર થઈ હતી તો બીજી તરફ તોફાન અને પૂર જેવી કુદરતી અાફતોથી હજારો મે‌િટ્રક ટન અનાજ બરબાદ થઈ ગયું. અારટીઅાઈમાં મળેલી જાણકારી મુજબ છેલ્લાં ચાર વર્ષમાં ૨૦,૭૭૬ મે‌િટ્રક ટન અનાજ (ઘઉં અને ચોખા) બરબાદ થયું.

ભારતીય ખાદ્ય નિગમ વડામથકમાં ૪ અોગસ્ટ, ૨૦૧૬ના રોજ કરાયેલી અારટીઅાઈમાં કુદરતી અાફતોથી સંગ્રહ કરાયેલા ઘઉં અને ચોખાના અાંકડા માગવામાં અાવ્યા. નિગમની અેસપીઅાઈઅો સા‌િરકા પ્રીતમે ૧૬ અોગસ્ટના રોજ અારટીઅાઈ દ્વારા ચાર નાણાકીય વર્ષની જાણકારી અાપી.

સરકારી અાંકડા મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩માં ૯૫૫ મે‌િટ્રક ટન, ૨૦૧૩-૧૪માં ૨૧૩૫ મે‌િટ્રક ટન, ૨૦૧૪-૧૫માં ૧૫,૫૨૬ મે‌િટ્રક ટન અને ૨૦૧૫-૧૬માં ૨૧૫૭ મે‌િટ્રક ટન ઘઉંં અને ચોખા કુદરતી અાફતમાં બરબાદ થયા. વર્ષ ૨૦૧૫-૧૬માં પૂરથી ઘઉં અને ચોખા ખરાબ થયા નથી તેવી જાણકારી અાપવામાં અાવી છે.

અારટીઅાઈ દ્વારા અે વાત પણ જાણવા મળી છે કે ઘઉં કરતાં ચોખા કુદરતી અાફતોમાં બરબાદ થયા છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં વરસાદના કારણે ૭૯ અને ચક્રવાર્તી તોફાનના કારણે ૧૩૫૫ મે‌િટ્રક ટન ચોખા ખરાબ થયા. અા મુજબ બે નાણાકીય વર્ષમાં ૧૨,૧૬૫ મે‌િટ્રક ટન ચોખા બરબાદ થયા.

You might also like