ચાર વર્ષથી નાનાં બાળકોને વધુ પડતાં શાકભાજી નુકસાન કરી શકે

વેજિટેબલ્સ ખાવાની અાદત બાળકોમાં નાનપણથી જ પાળવામાં અાવે એ સારી બાબત છે પરંતુ ચાર વર્ષથી નાના બાળકને વધુ પડતો ફાઈબરવાળો ખોરાક ન અાપવામાં અાવે એ પણ જરૂરી છે. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે નાના બાળકને હેલ્ધી ફૂડ હેબિટ પડે એ માટે માત્ર ફુડ અને વેજિટેબલ અાપવામાં અાવે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પુષ્કળ માત્રામાં વેજિટેબલ ખાવાનું પુખ્તવયના લોકો માટે ફાયદાકારક હોઈ શકે, પરંતુ એકથી ચાર વર્ષની વયના બાળકો માટે તે હાનિકારક છે. કારણ કે અા સમયે બાળકને લો-કેલેરીની નહીં પરંતુ પૌષ્ટિક ખોરાકની જરૂર હોય છે. અાંતરડાં ફાઈબરને પ્રોસેસ કરે એટલા મજબૂત ન થયા હોવાથી ગેસ અને કબજિયાત થઈ શકે છે.

You might also like