માત્ર 4 વર્ષનાં બાળકનાં પેઈન્ટીંગની લાગી લાખોમાં બોલી…..

ચાર વર્ષનાં આ બાળકે પોતાની આવડતથી સૌને આશ્ચર્ય પામવા પર મજબુર કરી દીધાં છે. ચાર વર્ષનાં બાળકની પેઈન્ટીંગની આ બોલી લાખોમાં લાગેલી છે. કેનેડામાં રહેનાર મુળ ભારતીય ચાર વર્ષનાં બાળકે પોતાનાં કૌશલ્યથી દરેકને વિચારવા પર મજબુર કરી દીધાં છે.

અદ્ધૈત કોલાર્કર નામનાં આ બાળકે કલાની દુનિયાનાં મોટા મોટા કલાકોરોને પણ પાછળ પાડી દીધાં છે. કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે અદ્વૈત કોલાર્કર આટલી સુંદર પેઈન્ટીંગ પણ બનાવી શકે છે.

પુણેમાં રહેનાર અદ્ધૈતનો પરિવાર 2016થી કેનેડા ચાલ્યો ગયો હતો. એવો દાવો છે કે આ કેનેડાનાં ઈતિહાસમાં સૌથી નાની ઉંમરનો ચિત્રકાર છે. અદ્વૈતની મા શ્રુતિ કોલાર્કરનું કહેવું છે કે અદ્ધૈતને પેઈન્ટીંગ બનાવવા માટે કોઈની મદદની જરૂર રહેતી નથી.

ગૈલેક્સી, ડાયનાસોર અને ડ્રેગનની પેઈન્ટીંગ બનાવવી તેને સૌથી વધારે ગમે છે. કેનેડાનાં સેંટ આર્ટ સેન્ટરમાં તેની પેઈન્ટીંગનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં તેની કલાકૃતિઓ 1 લાખ રૂપિયા સુધીમાં વહેંચાઈ છે.

ગયા મહિને તેની પેઈન્ટીંગ ન્યુયોર્કનાં આર્ટ એક્સ્પોમાં પણ દેખાડવામાં આવી હતી. ત્યાં પણ તેની એક પેઈન્ટીંગ એક લાખ ત્રીસ હજાર રૂપિયામાં વહેંચાઈ હતી. શ્રુતિનું કહેવું છે કે જ્યારે અદ્ધૈત એક વર્ષનો હતો. ત્યારથી તેણે હાથમાં બ્રશ પકડી લીધો હતો.

તે બ્રશ અને રંગો વડે કંઈ ને કંઈ બનાવતો રહેતો હતો. ધીરે-ધીરે તેણે આમા મહારથ પણ હાંસલ કરી લીઘી હતી. પેઈન્ટીંગ બનાવતી વખતે તે ખાલી રંગોથી રમતો જ ન હોતો પણ તેને રંગોને સરખા બનાવીને તેને ભરવાની પણ સમજ તેનામાં હતી. શ્રુતિ પણ એક વ્યવસાયિક ચિત્રકાર છે.

You might also like