ચાર વર્ષથી તૈયાર ખોખરાના ESIC દવાખાનાનું ઉદ્ઘાટન ક્યારે?

અમદાવાદ: રાજ્ય સરકાર હસ્તક દવાખાનું જે ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સુવિધા મળે તે માટે ખોલવામાં આવે છે. ઈએસઆઈએસ દવાખાનું જ્યાં ઓછી આવક ધરાવતા કર્મચારીઓને સારવાર આપવામાં આવે છે.પરંતુ ખોખરા વિસ્તારમાં દવાખાનું છેલ્લાં પાંચ વર્ષ ઉપરાંતથી અદ્યતન સુવિધાથી તૈયાર હોવા છતાં બંધ પડ્યું છે.હજી સુધી નવી બિલ્ડિંગનું કોઈ કારણસર રાજ્ય સરકાર દવારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું નથી.

ખોખરા વિસ્તારમાં કામદાર રાજ્ય વીમા યોજનાનું (ESIC)દવાખાનું ડી-34 જે ખોખરા સ્નનાગૃહ પાસે મકાનમાં 1964થી ચાલતું હતું. તે દવાખાનું જર્જરિત થઈ ગયું હતું. કામદાર રાજય વીમા નિગમ દિલ્હી દ્વારા 8 વર્ષ પહેલાં આ દવાખાનું તોડી નવું બિલ્ડિંગ બનાવાયું હતું. તેનું ભૂમિ પૂજન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. નવું દવાખાનું ચાર પાંચ વર્ષથી તૈયાર છે. જોકે તેના ઉદ્ઘાટનનું મુહૂર્ત હજુ નીકળ્યું નથી.

ખોખરામાં હાલ દવાખાનું સ્નાનાગૃહ પાસેનાં અન્ય મકાનમાં ચાલે છે. અહીં રોજના 200 થી 300 દર્દીઓ આવે છે.પરંતુ આ મકાન પણ જર્જરિત હાલતમાં દવાખાનાની છત ગમે ત્યારે તૂટી પડે તેમ છે. તેમજ પાણીની પણ સમસ્યા છે, આરો સિસ્ટમ ચાલતી નથી.

આ હોસ્પિટલના ડોક્ટરે તેમજ કામદાર દર્દીઓએ પણ ઘણી રજૂઆત કરી છે તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ રજૂઆત કરી છે. તેમ છતાં નગર નિગમના અધિકારીઓનું પેટનું પાણી નથી હતું. કામદાર મજૂર સહિત ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો ઉપરાંત 15 હજારથી ઓછી આવક ધરાવતા કર્મચારીઓ પણ આ દવાખાનામાં મફત સારવાર મેળવતા હોય છે.

દવાખાનાના ડૉક્ટર દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, તેમણે જણાવ્યું છે કે કામદાર રાજય વીમા નિગમ (ESIC) દિલ્હી દ્વારા નવું દવાખાનું બનાવાયું છે. પરંતુ તે રાજય હસ્તકના વીમા નિગમ (ESIC)ને સોંપવામાં આવ્યું નથી.

કર્મચારી વીમા યોજના વિભાગના ડિરેક્ટર ડો. સમીર શાહે જણાવ્યું કે રાજ્ય સરકાર હસ્તક (ESIC) ડિપાર્ટમેન્ટ અમને સોંપે તો અમે દવાખાનું શરૂ કરી દઈઅે. હજુ સુધી અમને સોપવામાં અાવ્યું નથી અેટલે ચાર વર્ષથી નવી બનેલી હોસ્પિટલ બંધ છે.
http://sambhaavnews.com/

You might also like