સળંગ ચોથા સપ્તાહમાં સોનામાં ઘટાડાની ચાલ જોવા મળી

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોનું ૨૯,૬૦૦ની આસપાસ જોવા મળી રહ્યું છે, જોકે સપ્તાહ દરમિયાન સોનામાં બે ટકાના સુધારાની ચાલ નોંધાઇ છે. વૈશ્વિક બજારમાં સળંગ ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે વૈશ્વિક બજારમાં સોનું ૧૨૧૫ ડોલરની આસપાસ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યું છે. દરમિયાન ચાંદીમાં પણ રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાઇ ચાંદી ૪૧,૫૦૦ની સપાટીએ જોવા મળી છે.

નોંધનીય છે કે અમેરિકામાં અનિશ્ચિતતાભરી પરિસ્થિતિના પગલે બુલિયન બજાર પર તેની અસર નોંધાઇ રહી છે. આગામી દિવસોમાં વ્યાજદરમાં વધારો થશે કે નહીં તે અંગે પણ અનિશ્ચિતતાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે અને તેની અસરથી મોટા ફંડ હાઉસોની સોનામાં લેવાલી અટકતાં ઘટાડાની ચાલ જોવાઇ છે. ઉલ્લેખનીય છે કે ભારત સહિત ચીનની પણ સોનાની માગ ઘટી છે તેવા બહાર આવેલા સમાચારોની અસરથી સોનાના ભાવ પ્રેશરમાં જોવાયા છે.
http://sambhaavnews.com/

You might also like