ચાર ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં ૮૫૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો

અમદાવાદ: શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. ચાર ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં ૮૫૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૭૯ પોઇન્ટના સુધારે ૨૭,૮૮૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૦ પોઇન્ટના સુધારે ૮૬૫૦ પોઇન્ટને પાર ૮૬૫૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આમ, બજેટ પૂર્વે શેરબજારમાં રેલી જોવા મળી છે. આજે પણ બેન્કિંગ શેરમાં સુધારાની ચાલ નોંધાઇ છે. બેન્ક નિફ્ટીમાં ૧૪૦ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૧૯,૬૨૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ક્રૂડમાં જોવા મળેલા સુધારાના પગલે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં સકારાત્મક ચાલ નોંધાઇ હતી. આજે શરૂઆતે ભેલ કંપનીના શેરમાં ૨.૭૭ ટકા, એક્સિસ બેન્કના શેરમાં ૨.૦૬ ટકા, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૧.૫૦ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ લ્યુપિન, વિપ્રો અને ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી ૦.૭૮ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

બેન્ક શેરમાં આગેકૂચ જારી
પંજાબ નેશનલ બેન્ક ૨.૦૭ ટકા
એક્સિસ બેન્ક ૧.૯૪ ટકા
બેન્ક ઓફ બરોડા ૧.૬૭ ટકા
ICICI ૧.૩૯ ટકા
એસબીઆઈ ૦.૬૬ ટકા

ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર અપ
આઈઓસી ૨.૩૬ ટકા
બીપીસીએલ ૧.૯૮ ટકા
ઓઈલ ઈન્ડિયા ૧.૬૬ ટકા
ઓએનજીસી ૧.૩૦ ટકા
રિલાયન્સ ૦.૯૨ ટકા

શેરબજારમાં સુધારો જોવાવાના કારણો
• ૧ ફેબ્રુઆરીના સામાન્ય બજેટમાં સરકાર મોટી રાહત આપે તેવી શક્યતા. • વિદેશી રોકાણકારોની સતત લેવાલી • વૈશ્વિક મોરચે અનિશ્ચિતતાનો આવેલો અંત • ક્રૂડમાં જોવા મળેલા સુધારાની ચાલ
• રોકાણકારોની વેચવાલી અટકી.

You might also like