દ.આફ્રિકાનાં ચાર ક્રિકેટર પર મેચ ફિક્સિંગનાં આરોપ બાદ પ્રતિબંધ

અમદાવાદ : ક્રિકેટ પર ફરી એકવાર ફિક્સિંગનું કલંક લાગ્યું છે. દક્ષિણ આફ્રિકાનાં ચાર ક્રિકેટર પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે. જેનાં કારણે ચારેય ક્રિકેટર્સ પર 7 થી 12 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ચીફ એક્ઝીક્યુટિવ હારૂન લોગાર્ટ અનુસાર ઇન્ટરનેશનલ ટીમનાં પુર્વ વિકેટકીપર થામી તોલેકિલી પર 12 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

થામી દક્ષિણ આફ્રિકા માટે વિકેટ કીપર તરીકે ત્રણ મેચ રમી ચુક્યા છે. જ્યારે ટાઇટન્સ ટીમનાં ઇથી મલાથી અને લાયન્સનો પુમેલેલા મ્તિશ્કવે પર 10-10 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લાયન્સનો ઓલ રાઉન્ડર જીન સિમ્સ 7 વર્ષ સુધી ક્રિકેટ રમી નહી શકે. સીએસએનાં મુખ્ય કાર્યકારી હારૂન લોગાર્ટે કહ્યું 2015માં રેમ સ્લેમ ટી-20 ટુર્નામેન્ટમાં આ પ્લેયર્સે ફિક્સિંગ કરી હતી. તમામે પોતાની ભુલને સ્વિકારી લીધી છે. ફિક્સિંગને લઇને અમારી નીતિ સ્પષ્ટ છે. અમે આચારેય ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ચારેય ખેલાડીઓ પર ટુર્નામેન્ટ દરમિયાન રૂપિયા લઇને મેચ ફિક્સ કરવાનો આરોપ છે.

મુળ સુરતમાં જન્મેલા ગુલામ બોદીએ દક્ષિણ આફ્રિકન લીગ ટુર્નામેન્ટ રેમ સ્લેમ ટી-20 શ્રેણીમાં મેચ ફિક્સિંગ વાતને સ્વિકારી હતી. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ મેચ ફિક્સિંગમાં દોષી ધરેલૂ ક્રિકેટ ખેલાડી ગુલામ બોદી પર 20 વર્ષનો પ્રતિબંધ મુક્યો હતો.

You might also like