શ્રાવણિયા જુગાર પર ચાર સ્થળે દરોડાઃ 32 શખસો ઝડપાયા

અમદાવાદ: પ્રવિત્ર શ્રાવણ માસનો પ્રાંરભ થઇ ગયો છે ત્યારે એક મહિના સુધી જુગારનો શોખ ધરાવતા લોકો મન મૂકીને પોતાનાં ગ્રૂપ સાથે જુગાર રમશે તો બીજી તરફ પોલીસ પણ આવા જુગારિયાને પકડી પાડવા માટે દરોડા પાડી રહી છે.

શ્રાવણ મહિનાના પહેલા દિવસે પોલીસે વાડજ, ઇસનપુર, નિકોલ અને કુબેરનગરમાંથી ૩૨ જુગારિયાની ૬.૯૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધમાં જુગારધારા એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

નિકોલ પોલીસને બાતમી મળી હતીકે ન્યૂ ઇન્ડિયા કોલોની પાસે આવેલ રાજહાંસ રેસિડન્સીમાં કેટલાક રહીશો જુગાર રમવા માટે બેઠા છે બાતમીના આધારે પોલીસ દરોડા પાડતાં વાસુદેવ અશોકભાઇ અસાડા, ભાવેશ ડાહ્યાલાલ પટેલ, વિજય લક્ષ્મણભાઇ પટેલ, વિજય રમેશચંદ્ર ભટ્ટ, નરેશ શ્યામજીભાઇ આહિર, મંથન બિપિનભાઇ પટેલ, તુષાર મનુભાઇ સુથાર, રાજેશ ચિમનલાલ મિસ્ત્રીની ૧.૩૮ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

ત્યારે નવા વાડજમાં પણ પોલીસ દરોડા પાડીને સાત જુગારિયાઓની ધરપકડ કરી છે. નવા વાડજ વિસ્તારમાં આવેલ નિર્ણયનગર સેક્ટર ૭ના મકાનમાંથી પોલીસે ઉમેશભાઇ ધીંગરા, જૈમિન શાહ, અવઘ પ્રસાદ, રાજેશભાઇ વારડે, મનીષભાઇ પાટડિયા, ગૌરાંગભાઇ રાવલ અને નિગમભાઇ પટેલની ૧.૭૫ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

ત્યારે શાહઆલમ વિસ્તારમાં આવેલ એક ખુલ્લા પ્લોટમાં પણ જુગાર રમતા ૬ લોકોની પોલીસ ધરપકડ કરી છે. બાતમીના આધારે ઇસનપુર પોલીસ દરોડા પાડતાં ઇરફાન પટણી, શરીફ કુરેશી, ઇબ્રાહીમ ખલિફા, અશરફખાન પઠાણ, હમીદ શેખ અને મહમદઅલી શેખની ૨૭હજારના મુદ્દમાલ સાથે ધરપકડ કરી છે.

ગઇ કાલે મોડી રાતે કુબેરનગરમાં સુધીરના જુગારના અડ્ડા પર પોલીસ દરોડા પાડીને સાડા ત્રણ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. સરદારનગર પોલીસ જુગારના અડ્ડા પર દરોડા પાડીને ૧૧ જુગારિયાઓની ધરપકડ કરી છે.

You might also like