ભારતીય મૂળના ચાર વ્યક્તિ અમેરિકાના ટોચના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સમાં સામેલ: ફોર્બ્સ

ન્યૂયોર્ક: ભારતીય મૂળના ચાર વ્યક્તિઓના નામ અમેરિકાના ટોચના પ્રોપર્ટી સલાહકારોમાં સામેલ કરવામાં આવ્યા છે. ફોર્બ્સની આ યાદીમાં 200 સલાહકાર સામેલ છે જે સામૂહિક રીતે 675 અરબ ડોલરની જોગવાઇ કરે છે.

ફોર્બ્સની ‘ટોચના અમેરિકન સંપત્તિ સલાહકારો’ની વર્ષ 2016ની યાદીમાં સામેલ રાજ શર્મા અને અશ ચોપડા 17મા અને 129મા સ્થાને છે અને બંને ખાનગી બેકિંગ અને રોકાણ ગ્રુપ મેરિલ લિંચમાં કામ કરે છે. બીજી તરફ મેરિલ લિંચ જ સની કોઠારી 176મા સ્થાન પર છે જ્યારે માર્ગન સ્ટૈનલી વેલ્થ મેનેનેજમેન્ટના રાજૂ પાથક 184મા સ્થાન પર છે.

ફોર્બ્સે કહ્યું કે આ યાદીમાં સામેલ 200 સલાહકાર ભેગા મળીને 675 અરબ ડોલરની સંપત્તિનું મેનેજમેન્ટ કરે છે, તેમના ગ્રાહકોમાં સિલિકોન વેલીના અરબપતિઓથી માંડીને વોલ સ્ટ્રીટની જાણીતિ હસ્તીઓ અને નાના બિઝનેસમેનો તથા પરિસંપત્તિઓ સામેલ છે. ફોર્બ્સે કહ્યું કે મોટાભાગની સંપત્તિ આકરી મહેનત, સારા બિઝનેસ નિર્ણયો અને સમજી વિચારીને કરવામાં આવેલા રોકાણથી પ્રાપ્ત થાય છે. પરંતુ એકવાર પૈસા બની જાય તો તેને બીજી પેઢી સુધી પહોંચાડવા મોટું લક્ષ્ય હોય છે. અહી સંપત્તિ સલાહકારોની જરૂરિયાત હોય છે.

You might also like