કણભા-કઠલાલ હાઈવે પર સ્કોર્પિયોની ટક્કરે એક જ પરિવારનાં ત્રણ સહિત ચારનાં મોત

અમદાવાદ: અમદાવાદ નજીક આવેલા કણભાના ચાંદિયેલ ગામ નજીક ગઈ કાલે સાંજે બાઈક અને કાર વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં એક જ પરિવારનાં ત્રણ સભ્ય સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં પરિવારનાં ત્રણ લોકોને કાળ ભેટી ગયોઃ હતો. સ્કોર્પિયો કારચાલકે બાઇકને ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો. કાર પણ પલટી કાઇ જતાં કારચાલકનું મોત નીપજ્યું હતું.

ગાંધીનગરના દહેગામ તાલુકાના ચામલા ગામે રહેતા જાલમસિંહ ઠાકોરના કાકાના પુત્ર કાળાજી ઠાકોર ગઈ કાલે તેમની પત્ની, ૧૪ વર્ષીય પુત્ર અને પુત્રી સાથે બાઈક લઇ અને હળદરવાસ ખાતે ગયા હતા.

સાંજે તેઓ બાઈક પર ચામલા પરત આવતા હતા ત્યારે કણભા-કઠલાલ હાઈવે પર ચાંદિયેલ ગામ નજીક એક સ્કોર્પિયો કાર પુરપાટ ઝડપે આવી હતી અને કાળાજીના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં બાઈક પર જતો પરિવાર ઊછળીને રોડ પર પટકાયો હતો અને ઘટના સ્થળે જ કાળાજી તેમનાં પત્ની સજ્જનબહેન અને રાજદીપનું મોત નીપજ્યું હતું.જયારે બાળકીને ગંભીર ઈજા થઇ છે.  સ્કોર્પિઓ કાર અકસ્માત સર્જી પલટી મારી ગઈ હતી. કારચાલકને પણ ગંભીર ઈજાઓ થતાં તેનું પણ મોત નીપજ્યું હતું.

You might also like