યુકેમાં વિમાન સાથે હેલિકોપ્ટર ટકરાતાં ચાર વ્યક્તિનાં મોત

લંડન: યુકેના દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં એક વિમાન સાથે હેલિકોપ્ટર ટકરાતાં ચાર લોકોનાં મોત થયાં છે. થામેસવેલી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના બકિંધમશાયરના આઈલ્સબરી નજીકના વાડેસડોન ગામ પાસે બની હતી. પોલીસવડા રેબેકા મિયર્સે જણાવ્યું કે તેમણે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા અંગે જાણકારી મેળવી લીધી છે પણ તેમની ઓળખ થઈ શકી નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટના બાદ હાલ રાહત-બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આ‍વી છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની મદદથી રાહત-બચાવ કામ ચાલી રહ્યું છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન અને હેલિકોપ્ટર વાઈકાંબ એરપાર્કનાં છે. જે જગ્યાએ દુર્ઘટના થઈ છે તે સ્થળ હાલ્ટનના રોયલ અેરફોર્સ સ્ટેશન નજીક આવેલું છે.

આ ઘટના અંગે હવાઈ દુર્ઘટનાની તપાસ કરનારી અેજન્સીએ દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે, જ્યારે બીજી તરફ દક્ષિણ- મધ્યની એમ્બ્યુલન્સ સર્વિસનું કહેવું છે કે હાલ રાહત-બચાવ કામગીરી ચાલુ હોવાથી આ દુર્ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા છે તે અંગે હાલ ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી, કારણ દુર્ઘટના એટલી ગંભીર છે કે રાહત-બચાવ કામગીરીના અંતે મૃત્યુઆંક વધી શકે તેમ છે.

You might also like