Categories: Business

ચાર કંપનીની માર્કેટ કેપમાં ૨૬,૭૦૦ કરોડનું ધોવાણ

મુંબઇઃ પાછલાં સપ્તાહે સેન્સેક્સની અગ્રણી ૧૦ કંપનીઓમાંથી ચાર કંપનીઓની માર્કેટ કેપમાં રૂ. ૨૬,૭૩૮ કરોડથી વધુનું ધોવાણ થયું હતું. ખાસ કરીને આઇટી સેક્ટરની અગ્રણી ટીસીએસ કંપનીની માર્કેટ કેપમાં રૂ. ૧૯,૭૨૩ કરોડનો ઘટાડો નોંધાયો હતો, એજ પ્રમાણે રિલાયન્સ કંપનીની માર્કેટ કેપ રૂ. ૪,૬૩૭ કરોડનો ઘટાડો નોંધાઇ ૪,૧૭,૨૪૦ કરોડની થઇ હતી.

ઇન્ફોસિસ અને હિંદુસ્તાન યુનિલિવરની માર્કેટ કેપમાં પણ ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ એચડીએફસી બેન્ક, આઇટીસી, ઓએનજીસી, એચડીએફસી, એસબીઆઇ અને કોલ ઇન્ડિયાની માર્કેટ કેપમાં સુધારો નોંધાયો હતો. ઇન્ફોસિસની માર્કેટ કેપમાં ૧,૮૮૩ કરોડ, જ્યારે હિંદુસ્તાન યુનિલિવરની માર્કેટ કેપમાં ૪૯૪ કરોડનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ કોલ ઇન્ડિયાની માર્કેટ કેપમાં ૫,૧૫૨ કરોડ, ઓએનજીસીની માર્કેટ કેપમાં ૨,૬૩૧ કરોડ, એચડીએફસીની માર્કેટ કેપમાં ૨,૨૬૦ કરોડનો સુધારો નોંધાયો હતો. પાછલાં સપ્તાહે બજારના નરમ ટોનના પગલે માર્કેટ કેપમાં પણ ઘટાડો નોંધાયો હતો.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

મિત્રએ ઉધાર લીધેલા 25 હજાર આપવાના બદલે મોત આપ્યું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં તેમજ રૂપિયાની લેતીદેતી જેવી…

43 mins ago

મતદાન માટે પીએમ મોદીની અપીલ: પોલિંગ બૂથ પર મચાવો ‘ટોટલ ધમાલ’

(એજન્સી) નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જાણીતી હસ્તીઓને ફરી એક વખત અપીલ કરી છે કે…

1 hour ago

ફતેહવાડીના રો હાઉસમાં ચાલતા જુગારધામ પર દરોડોઃ 20 પકડાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં રો હાઉસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૨૦ જુગારિયાઓને ઝડપી લીધા હતા. મળતી…

1 hour ago

હિતરુચિવિજયજી મહારાજ સાહેબની પાલખીયાત્રામાં હજારો ભાવિકો જોડાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સુવિશાલ ગચ્છાધિપતિ દીક્ષાયુગપ્રવકતા આચાર્ય ભગવંત શ્રીમંત વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના અંતિમ શિષ્ય મુનિરાજ હિત રુચિવિજયજી મહારાજ સાહેબ ગઈ…

1 hour ago

ત્રણ કરોડ રૂપિયા માટે ‘બિગ બ્રધર’ શોમાં ગઈ હતી શિલ્પા શેટ્ટી

(એજન્સી)મુંબઈ: ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ જીવનમાં ઘણીવાર રિજેકશનનો સામનો કર્યાની વાત કબૂલી હતી. તેણે કહ્યું હતું કે મારી કેરિયરના પ્રારંભિક…

1 hour ago

ગુજરાતની બાકી 10 બેઠકના ઉમેદવાર BJP આજે જાહેર કરે તેવી શક્યતા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેની ર૬ બેઠકો માટે ભાજપે ગઇ કાલે ૧પ ઉમેદવારો જાહેર કર્યા બાદ બાકી રહેલી…

2 hours ago