દિલ્હીના કોહાટ એન્કલેવના એક મકાનમાં આગનો બનાવ, ચારનાં મોત

દિલ્હીમાં આજરોજ સવારે એક ભયાનક દૂર્ઘટના ઘટી હતી. એક મકાનમાં આગનો બનાવ બનવાત એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. આ જાણકારી મળતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જેમાં ત્રણ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

દિલ્હીના એક એપાર્ટમેન્ટમાં આગ લાગતાં 4 લોકોના મોત નિપજ્યા છે. દિલ્હીના કોહાટ એન્કલેવમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી અને બાદમાં આગ ઉપરના માળ સુધી ફેલાઈ હતી.  એક બાદ એક ચાર માળમાં આગ ફેલાઈ હતી. આગની જાણ થતાં મોટાભાગના પરિવાર ફ્લેટમાંથી નીચે ઉતરી ગયા હતા.

જોકે એક પરિવાર સુઈ ગયો હોવાથી આગમાં ફસાઈ ગયો હતો. ઘરમાં આગ લાગતા દાઝી જવાથી 4 લોકોના મોત નિપજ્યા છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે સ્થાનિકોએ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ મોડી આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ ઘરમાં કુલ સાત લોકો હાજર હતા. બધા લોકો ઘરની અંદર ફસાઇ ગયા હતા. મકાનમાં આગ લાગતા ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે માહિતી મળતા ફાયરબ્રિગેટની ટીમે ઘટનાસ્થળે પહોંચી ત્રણ લોકોનો બચાવ કર્યો હતો. મળતા અહેવાલ મુજબ આગમાં દંપતિ સાથે તેના બે બાળકોના મોત થયા છે.

You might also like