પાક.માં ચાર ભારતીય મહિલાઓને સમજૌતા એક્સપ્રેસમાં બેસતાં રોકી

લાહોર: પાકિસ્તાનના રેલવે અધિકારીઓએ ચાર ભારતીય મહિલા પ્રવાસીઓને અધૂરા પ્રવાસ દસ્તાવેજોને લઇને દિલ્હી જતી સમજૌતા એક્સપ્રેસમાં બેસવા દીધી નહોતી. એક મહિલાએ ભાવુક થઇને જણાવ્યું હતું કે અધિકારીઓનું કહેવું છે કે અમારા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ અધૂરા છે. મહિલાએ જણાવ્યું હતું કે તેમના પરિવારના સભ્યો ભારતમાં તેમની રાહ જોઇ રહ્યા છે. મહિલાઓએ વાઘા રેલવે સ્ટેશન પર પાકિસ્તાનના રેલવે અધિકારીઓ સામે દેખાવો કર્યા હતા.

સોમવારે અને ગુરુવારે એમ અઠવાડિયામાં બે વખત નવી દિલ્હી અને લાહોર વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસ ટ્રેનમાં બેસવા નહીં દેવા સામે આ મહિલાઓએ વિરોધ કર્યો હતો, જોકે રેલવેના અેક અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિલાઓ પોતાના ટ્રાવેલ ડોક્યુમેન્ટ પૂરા કર્યા બાદ ગુરુવારે ભારત જઇ શકે છે.

You might also like