કાશ્મીરમાં ૨૪ કલાકમાં ચાર એન્કાઉન્ટરઃ લશ્કરના કમાન્ડર સહિત પાંચ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં ચાર કેસ સામે આવ્યા છે. તાજેતરનું એન્કાઉન્ટર શોપિયા જિલ્લાના ઈમામ શાહબમાં શરૂ થયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બેથી ત્રણ આતંકવાદીઓ એક ઘરમાં છુપાયેલા છે.

બાંદિપોરામાં અથડામણ દરમિયાન લશ્કર-એ-તોઈબાના બે આતંકવાદીઓ ઠાર મરાયા છે તેમાં લશ્કરનો ટોપ કમાન્ડર અલી પણ સામેલ છે. આ રીતે બારામૂલા જિલ્લામાં થયેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. આ ચાર અથડામણમાં અત્યાર સુધી પાંચ આતંકવાદીઓ મોતને ઘાટ ઉતારાયા છે. આ દરમિયાન એક અધિકારી સહિત ત્રણ સૈન્ય કર્મી ઘાયલ થયા છે.

અલી પાકિસ્તાનનાે છે શ્રીનગર સ્થિત રક્ષા પ્રવકતા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે બારામૂલાના કલંતરા વિસ્તારમાં નમબલનાર અભિયાનમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. તેમણે કહ્યું કે અથડામણ હજુ ચાલુ છે. કર્નલ કાલિયાએ જણાવ્યું હતું કે અભિયાનમાં એક અધિકારી અને બે જવાન ઘાયલ થયા છે.

ઘાયલ જવાનોને અહીં બાદામી બાગ છાવણી સ્થિત સૈનાના ૯૨ બેઝ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરીની સૂચનાના આધારે આખો દિવસ તે વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને તલાશી અભિયાન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીઓ ચલાવી અને જવાનોએ જવાબી કાર્યવાહી કરતા અથડામણ શરૂ થઈ હતી.

બારામૂલામાં હોળીના દિવસો આતંકવાદીઓએ આ ગ્રેનેડ હુમલો એ સમયે કર્યો કે જ્યારે વિસ્તારમાં એક તલાશી અભિયાન ચાલી રહ્યું હતું. થોડીક મિનિટ પછી સોપોર જિલ્લામાં પણ આતંકવાદીઓએ સીઆરપીએફના એક કેમ્પ પર હુમલો કર્યો હતો, પરંતુ આ ગ્રેનેડ હુમલામાં કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. હુમલા બાદ સમગ્ર વિસ્તારની સુરક્ષા વધારી દેવાઈ છે.

You might also like