કેનાલમાં નહાવા પડેલા ચાર યુવાન ડૂબ્યાઃ ત્રણનો બચાવ

અમદાવાદ: કલોલ નજીક વડસર પાસેથી પસાર થતી કેનાલમાં નહાવા પડેલા ચાર યુવાનો ડૂબી જતાં દોડધામ મચી ગઇ હતી જોકે ત્રણ યુવાનો મહા મહેનતે તરીને બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક યુવાનની હજી શોધખોળ ચાલુ છે.

આ અંગેની વિગત એવી છેકે વડસર નજીક લપકામણ અને દંતાલી વચ્ચે પસાર થતી કેનાલમાં ગઇકાલે બપોરે ચાર યુવાનો નહાવા પડ્યા હતા. આ ચારેય યુવાનોને તરતા આવડતું ન હતું આથી કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં આ ચારેય યુવાનો તણાતાં તેમણે બૂમાબૂમ કરી હતી. જેના કારણે આજુબાજુના લોકોએ ઘટનાસ્થળે દોડી આવી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક પહોંચી જઇ બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે નહાવા પડેલા ચાર યુવાન પૈકીના ત્રણ મહામહેનતે તરીને બહાર નીકળી ગયા હતા. જ્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતો એક યુવાન હજી લાપતા હોય તેની શોધખોળ જારી રાખવામાં અાવી છે.
http://sambhaavnews.com/

You might also like