ચાર દિવસ માટે બેન્ક રહેશે બંધ, જાણી લો તારીખ….

નાણાંકીય વર્ષ 2017-18ને પુરુ થવામાં હવે માત્ર 4 દિવસ બાકી રહ્યાં છે. આ દરમિયાન તમારે તમારા જરૂરિયાતના નાણાંકીય કામ પુરા કરવાના હોય છે, જો કે બેન્કોને પણ આ દરમિયાન નાણાકીય કામ પુરુ કરવાનું હોય છે.

ખરેખર તો 29 માર્ચથી લઇને 30 માર્ચ સુધી બેન્ક બંધ રહેવાની છે. 29 માર્ચે મહાવીર જયંતી છે જ્યારે 30મીએ ગુડ ફ્રાઇડે છે. જો કે 31 માર્ચે છેલ્લો શનિવાર હોય બેન્ક ચાલુ રહેશે પરંતુ પહેલી એપ્રિલે રવિવારના દિવસે બેન્ક બંધ રહશે. ત્યારબાદ 2 એપ્રિલના રોજ બેન્ક નવા નાણાંકીય વર્ષની તૈયારીને લઇને બંધ જોવા મળશે.

એવામાં બેન્ક સાથે જોડાયેલા તમારા કામનું પ્લાનિંગ આ રજાને અનુકૂળ રીતે કરો. જો તમારે બેન્કમાં રોકડ જમા કરવાના હોય અથવા ડિમાન્ડ ડ્રાફટ બનાવાનો છે તો આ કામ બેન્કની રજાને ધ્યાનમાં રાખી બનાવાનો પ્લાન તૈયાર કરો. નાણાકીય વર્ષ 2017-18 પુરુ થવાને માત્ર હવે ચાર દિવસ રહ્યાં છે. 31 માર્ચ આ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ છે.

You might also like