માત્ર ચાર જ દિવસમાં આઈપીઓનું લિસ્ટિંગ!

મુંબઈ: સેબીએ આઈપીઓ અને એફપીઓના લિસ્ટિંગની સમય સીમા ઘટાડીને માત્ર ચાર દિવસની કરવા સંબંધે ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે. જો સેબી દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાય તો આઇપીઓ બંધ થયા બાદ માત્ર ચાર જ દિવસમાં શેરને લિસ્ટિંગ કરાવવો પડશે. હાલ છ દિવસનો સમય મળે છે.

સેબીએ પાછલા વર્ષે નવેમ્બરમાં આઇપીઓ બંધ થાય અને શેર લિસ્ટિંગ કરાવવા વચ્ચેની સમયમર્યાદા બાર દિવસથી ઘટાડીને છ દિવસની કરી દીધી છે. નોંધનીય છે કે સેબીએ ૧૨ દિવસની આઇપીઓની સમયમર્યાદા વર્ષ ૨૦૧૦માં લાગુ કરી હતી.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આઇપીઓ લિસ્ટિંગ થયાના સમયમાં ઘટાડો થશે તો આ સમયગાળા દરમિયાન જે ઉતાર-ચઢાવ આવે તે અટકાવવામાં મદદ મળશે, એટલું જ નહીં નાના રોકાણકારો પણ મોટા પ્રમાણમાં આઇપીઓ ભરવા આગળ આવશે, જેની પાછળનું મુખ્ય કારણ તેઓએ આઇપીઓમાં ભરેલી રકમ ખૂબ જ ઓછો સમય રોકાયેલ રહેશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વિકસિત દેશોમાં આઇપીઓ બંધ થયા બાદ માત્ર એક-બે દિવસમાં જ શેરનું લિસ્ટિંગ કરી દેવામાં
આવે છે.

You might also like