રોજ ચાર કપ કોફી અને આઠ કપ ચા

જેમને સવારે ઊઠીને ચા કે કોફીનો કપ હાથમાં ન આવે ત્યાં સુધી ઊંઘ ઊડતી ન હોય એવા લોકો માટે અમેરિકાના નિષ્ણાતો સારા સમાચાર લઇ આવ્યા છે, સંશોધકોનું કહેવું છે કે રોજ ૪૦૦ મિ.ગ્રા. કેફિન લેવામાં આવે તો એની શરીર પર કોઇ લાંબી ડેમેજિંગ અસર રહેતી નથી. એટલું જ નહીં કેફિન લેવાથી શરીર અને મગજ બંનેના પર્ફોર્મન્સમાં સુધારો થાય છે. સામાન્ય રીતે ૪૦૦ મિ.ગ્રા. કેફિન ચાર કપ કોફી અથવા તો આઠ કપ ચા બરાબર થાય. અલબત્ત, તમે કઇ બ્રાન્ડની, કેવી ચા અને કોફી લો છો એ જાણવું જરૂરી છે. મોટા ભાગની બ્લેક ટીમાં કેફિનની માત્રા ઓછી હોય છે. જ્યારે ભારતમાં પીવાતી ફર્મેન્ટ થયેલી કાળી ચામાં કેફિન દ્રવ્યની માત્રા વધુ હોય છે. કોફીની સરખામણીએ ચામાં સ્વાથ્યવર્ધક પોલિફિનોલ્સ કેમિકલ્સ વધુ હોય છે એટલું જ નહીં, એમાં રહેલા ખાસ એન્ટિઓક્સિડન્ટસ જો કુદરતી ફોર્મમાં જળવાયેલાં હોય તો મગજને ઘરડું થતું અટકાવે છે. ૧પ અલગ અલગ ટ્રાયલ્સમાં કેફિન ચોક્કસ માત્રામાં લેવાથી શરીર માટે ફાયદાકારક ગણાયું હતું. ટૂંકમાં જો તમે સારી ક્વોલિટીની ચા અને કોફી પસંદ કરતા હો તો આઠ કપ ચા અને ચાર કપ કોફી રોજની પી શકો છો.

You might also like