રાંચી ટેસ્ટમાં ચાર બેટ્સમેનની સાથે ચાર બોલરે સદી ફટકારી!

રાંચીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચથી ભરપૂર બની રહી છે. ખાસ કરીને આ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં તો કમાલ જ થઈ. બંને ટીમ તરફથી આ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગ્સમાં બેટ્સમેનો અને બોલર્સે સદી ફટકારી. ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા તરફથી સ્મિથ અને મેક્સવેલે સદી ફટકારી. ત્યાર બાદ ભારત તરફથી ચેતેશ્વર પૂજારા અને રિદ્ધિમાન સાહાએ સદી ફટકારી.
રાંચી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયન બોલર્સના પગે પાણી લાવી દીધા અને ચાર ઓસ્ટ્રેલિયન બોલર્સે ૧૦૦થી વધુ રન લૂંટાવી દીધા. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડે ૪૪ ઓવરમાં ૧૦૩ રન, પેટ કમિન્સે ૩૯ ઓવરમાં ૧૦૬ રન લૂંટાવ્યા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન સ્પિનર સ્ટીવ ઓ’કીફે ૭૭ ઓવરમાં ૧૯૯ રન ખર્ચી નાખ્યા, જ્યારે નાથન લિયોને ૪૬ ઓવરમાં ૧૬૨ રન આપ્યા.

http://sambhaavnews.com/

You might also like